મોરબીમાં પાર્ટી પ્લોટને પણ ઝાંખુ પાડે તેવું તાલુકા પોલીસ લાઈન ખાતેની ગરબીનું આયોજન
અબતક,ઋષી મહેતા, મોરબી
મોરબી પોલીસ દ્વારા મોરબી જીલ્લામાં શેરી ગરબાના રોલ મોડેલ જેવું તાલુકા પોલીસ લાઈન ખાતે નવરાત્રી ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે પાર્ટીપ્લોટ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ થી પર મોરબી તાલુકા પોલીસ લાઈનમાં અર્વાચીન ગરબાઓનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં યુવતીઓ મહિલાઓ અને પુરૂષો પણ ભાગ લેતા નજરે પડે છે આ મોરબી તાલુકા પોલીસ લાઈનની ગરબી મોરબીના અન્ય ગરબીઓ માટે રોલ મોડેલ સાબિત ગણવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીમાં શેરી ગરબા માટે છૂટ આપી છે ત્યારે મોરબી જીલ્લા પોલીસ દ્વારા શેરીનગરબાનું આયોજન કરી લોકો માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા કોરોનાનને ધ્યાનમાં રાખી ફક્ત શેરી ગરબાને જ મંજૂરી આપવામાં આવી છે ત્યારે ગરબે ઘૂમતા ગરબા રસિકોમાં પણ આનંદ જોવા મળ્યો હતો જેમાં મોરબી પોલીસ દ્વારા પણ તાલુકા પોલીસ લાઈન ખાતે શેરી ગરબાનું આયોજન કરી એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે.જેમાં મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે કોરોના ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનમાં મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસમથકના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. મોરબીમાં કોરોનાની મહામારી બાદ આ પ્રથમ તહેવાર લોકોને ઉજવવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ તાલુકા પોલીસની ગરબી અન્ય ગરબીઓ માટે રોલ મોડેલ સાબિત થઈ છે જેમાં એસપી એસ.આર.ઓડેદરાના જણાવ્યા અનુસાર પોલીસ હમેશા ફરજ પર અને બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે ત્યારે તેના પરિવારો એકાંત હોય છે જેમાં આ અયોજનથી તેના પરિવાર સાથે તેઓ ભયમુક્ત રીતે ગરબે રમી શકે છે સાથે જ અન્ય આયોજકોએ પણ આ જ રીતે શેરી ગરબાને મહત્વ આપી આપણી સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ હાલ લોકો પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સાવચેતી રાખી નવરાત્રી ઉજવે તેવી એસપી સુબોધ ઓડેદરાએ અપીલ કરી છે સાથે જ તેઓએ જણાવ્યું હતું કે લોકો માતાજીના ભક્તિભાવને ભૂલી પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે આવા સમયે કોરોના કાળમાં લોકોએ ફરી તેની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત કરી છે ત્યારે આપણી આ સંસ્કૃતિ અને પરંપરાગત નવરાત્રી જ ખરા અર્થમાં માતાજી સુધી પહોંચે છે અને ત્યારે જ એ સાર્થક ગણાય છે જેથી મોરબી પોલીસ દ્વારા પણ માટે આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી આયોજન કરી ગરબાની સાથે સાથે સાવચેતીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.