લીંબુના ભાવ 200 અને લીલા નાળીયેરના ભાવ 100 સુધી પહોંચ્યા: ઉપયોગ શરૂ કર્યો
સરકારોના અનેક પ્રયાસોના અભાવે કોરોનાની મહામારી બેકાબુ બની છે અને લોકો કોરોનાની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે તેવા સમયે મોંઘવારીએ પણ માઝા મુકી છે ખાદ્ય તેલો પછી હવે બિમાર દર્દીઓને ન પરવડે તેવા લીંબુ, નારીયેળ, મોસંબી સહિતના ફળના ભાવો આસમાને પહોંચ્યા છે જાણે માંદગીના સમયે ફળ-ફળાદીઓના વેપારીઓ દ્વારા કાળા બજાર કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.
મગફળીની જેમ લીંબુની પણ અછત નથી પણ ભાવ વધારાથી બધા જ લુંટે છે. હાલમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર તરફથી મોંઘવારીનો પણ વિકાસ થવા લાગ્યો છે. જામનગરમાં લીંબુના ભાવ રૂા.150થી 200ના ભાવે વેચાઇ રહ્યા છે. માત્ર લીંબુ જ નહી પરંતુ લીલા નાળિયેરના ભાવ પણ એક જ વીકમાં બમણા કરી દેવાયા છે. જે લીલા નાળિયરે રૂા.25 થી 40માં મળતા હતા. જે આજે રૂા.80 થી 100 સુધી પહોંચી ગયા છે. ગરીબ માણસો માટે મોટી રકમ ગણાય છે. વિટામીન-સી માટે લીલા નાળિયેર પીવાનું સુચવાઇ છે. જેથી પ્રતિ નંગ રૂા.40 વધારાના ચુકવવા પડે છે. લોકોની મજબુરીનો ગેર ફાયદો ઉઠાવવામાં માનવતાને નેવી મુકીને જાણે કોઇ બાકી રહેવા માંગતુ નથી. સરકાર બધુ બરોબર ચાલે છે તેવા મંદમાં રાખી રહી છે.
સીંગતેલમાં કૃત્રિમ ભાવ વધારો પછી સિમેન્ટ, લોખંડમાં 25 ટકા મોંઘા કરી દેવાયા છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ક્રુડ સસ્તુ થતા વેરાના બોજ ઝીંકી દેવાયો છે. કોરોનાની મહામારી વચ્ચે દર્દીઓને સારવાર માટે થઇને ડોકટરો દ્વારા લીલા નાળિયેર, લીંબુ પાણી, મોસંબી, નારંગી જેવા ફળોનો આહાર લેવાનું કહેવામાં આવે છે. જયારે લીંબુનો ભાવ રૂા.150એ પહોંચ્યો છે. તે જ રીતે મોસંબીનો ભાવ પણ જે રૂા.70 હતો તે વધીને રૂા.140એ પહોંચ્યો છે, લીલા નાળિયેરના ભાવ જે રૂા.40 થી 50 હતા. તે વધીને રૂા.100એ પહોંચ્યા છે. આમ જામનગર શહેરમાં ફળોના ભાવ ભડકે બળે છે અને કોરોનાના દર્દીઓને લીલા નાળિયેર અને લીંબુ શરબત દવાની માફક પીવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.