સંસ્કારી ગુજરાત, ગરવા ગુજરાતને ઝુમતા ગુજરાત કહીને કોંગ્રેસ ગુજરાતની જનતા અને યુવાનોનું અપમાન કરે છે: પંડયા
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ મીડીયા સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના દુ:ખદ છે. અસરગ્રસ્તોની તાત્કાલિક યોગ્ય સારવાર માટે સરકારે સૂચના આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પોલીસતંત્ર દ્વારા આ ઘટના સામે કડકમાં કડક કાર્યવાહી કરી રહ્યાં છે. કોંગ્રેસ સામે પ્રત્યાઘાત આપતા પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં લઠ્ઠાકાંડની હારમાળાઓ સર્જાતી હતી પણ તેના પર એકશન લેવાતા ન હતાં. કોંગ્રેસનાં મંત્રીઓના બંગ્લાઓ ગુનેગારોના આશ્રય સનો બન્યાં હતાં.
કોંગ્રેસના નેતાઓની ગાડીઓમાં ખતરનાક હથયારો પકડાતાં હતાં. ગુજરાતમાં અનેક ગેંગો રાજકીય આશ્રયી ફૂલીફાલી હતી. કોંગ્રેસ શાસનના આ ભયંકર ભુતકાળ ગુજરાતની જનતા ભુલી ની. કોંગ્રેસે એક-બે ઘટનાનો પ્રચાર કરીને ઉડતા પંજાબ અને ઝુમતા ગુજરાતનો શબ્દ પ્રયોગ કરી ગુજરાતની જનતાની સંસ્કારીતા અને સમગ્ર યુવા જગતને બદનામ કરવાનો કુપ્રયાસ કર્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્ધારા પોલીસતંત્ર કોઇપણની શેહ-શરમ રાખ્યા વગર ગુનેગારોને તડીપાર, પાસા સહિત વધુને વધુ સજા મળે તે રીતે કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે. કોઈપણ ગુનાખોરી સામે ગુનેગારોને જાહેરમાં સરઘસ આકારે ફેરવીને શિક્ષાત્મક અને દાખલારૂપ પોલીસતંત્ર પગલાં ભરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પોલીસતંત્રની નૈતિકતાને બિરદાવવાને બદલે તેમની માત્ર સતત ટીકા કરીને હતાશ કરવાનો પ્રયાસ કરે છે અને ગુનેગારોની તરફેણમાં પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે તે નિંદનીય છે. કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓનાં નિવેદનોમાં કોંગ્રેસની હતાશા અને નેતૃત્વની નિષ્ફળતા છૂપાયેલી છે. કોંગ્રેસના ટ્રેલર સામે ગુજરાતની જનતાએ પીકચર બતાવી દીધું છે.
પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ લોકસભાની ચુંટણીમાં પ્રદર્શનની વાત કરે છે. પરંતુ અત્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય મારી નાંખવાના હિંસાત્મક નિવેદનો કરે છે. કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં ગાળાગાળી અને અને માંરામારીના દૃશ્યો સર્જે છે. દૂધ ઢોળી દેવાની અને શાકભાજી ફેંકી દેવાની સાથે તોડફોડ અને હિંસાના કાર્યક્રમોનું પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ આ પ્રકારના હિંસાત્મક અને વેરઝેરનું પ્રદર્શન છે.
જ્યારે ભાજપ સેવાના કાર્યક્રમો સો જનતાના દર્શન કરે છે. સતત એક મહિના સુધીના જળસંગ્રહ કાર્યક્રમ, બાળકો માટે શાળા પ્રવેશોત્સવ, ખેડૂતો માટે કૃષિ મહોત્સવ અને હવે વૃક્ષારોપણ, જળપૂજન, નિદાન કેમ્પના કાર્યક્રમો ભાજપે હા ધર્યાં છે. કોંગ્રેસની વેરઝેરની નકારાત્મક રાજનીતિ સામે ભાજપ હંમેશા લોકસેવા અને વિકાસની રાજનીતિ કરશે. તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.