બે વર્ષની ટર્મ લીમીટનો નિયમ બંધારણમાં ફેરફાર કરી બદલવામાં આવશે
સામ્યવાદી ચીનમાં દલા તરવાડી જેવો ઘાટ જણાય રહ્યો છે. ૨ ટર્મી સત્તા ભોગવી રહેલા જીનપીંગને આજીવન શાસન સોંપવા માટે તખ્તો ઘડાઈ રહ્યો છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ચીનના સંવિધાનમાં મહાકાય ફેરફાર કરી જીનપીંગ આજીવન સત્તા ભોગવે તેની તૈયારી કરે છે.
ગઈકાલે ચીનમાં પાર્લામેન્ટરી કોમેન્સની વાર્ષિક સભા મળી હતી. જેમાંથી ૨ ટર્મ સુધી વડા રહી શકાય તે નિયમ હટાવવાની માંગ ઈ હતી. આ મામલે ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસના ૨ અઠવાડિયાના સંમેલનમાં ૩ હજારી વધુ કાયદા શાીઓ હાજરી આપવાના છે. જેમાં ચીનના સંવિધાનમાં ફેરફાર અંગે સલાહ સુચન શે. અહીં ઉલ્લેખનીય છે કે, જીનપીંગને ચીનના સૌી સફળ શાસક પૈકીના એક માનવામાં આવે છે. જીનપીંગના કાળમાં ચીનનો વિકાસ ઐતિહાસિક ગણવામાં આવે છે. માટે જીનપીંગને આગામી ટર્મમાં પણ ચાલુ રાખવા માટે સંવિધાનમાં ફેરફાર કરવામાં આવશે. સામ્યવાદી દેશ હોવાના કારણે ચીન માટે આ વાત સરળ છે. અન્ય કોઈ લોકશાહીમાં આવી રીતે સંવિધાનમાં ફેરફાર કરવો મુશ્કેલ બાબત ગણી શકાય. ચીનના સત્તાધીશોએ તાજેતરમાં કરેલા સર્વે અનુસાર ચીનના ઘણા ક્ષેત્રોમાં સરકારી વિભાગોમાં, લોકોમાં ગણગણાટ છે કે, બંધારણમાં ફેરફાર કરી જીનપીંગને ફરીી સત્તા સોંપવામાં આવે. વર્ષ ૧૯૮૨માં ડેંગ જીઓપીંગ દ્વારા બે વર્ષની ટર્મ લીમીટનો કાયદો ઘડી કાઢવામાં આવ્યો હતો. ભૂતકાળમાં માઓ ઝીડોંગ ચીનમાં આજીવન શાસક રહી ચૂકયા છે. માટે હવે ફરીી કાયદામાં ફેરફાર કરી જીનપીંગને આજીવન શાસક તરીકે ચાલુ રાખવાની તૈયારી છે.