હાલના સમયમાં દરેક એન્જિનિયરિંગ ફિલ્ડની મહત્વતા, વિવિધ કંપની કૌશલ્ય વર્ધક એન્જિનિયરોને સારું વળતર આપવા તત્પર
ઇન્ફ્રાસ્ટ્રકચરથી સુસજ્જ કોલેજો અને યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સાચી દિશામાં જાગૃત કરવા જરૂરી
ગુજરાતાં એક સમયે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ખૂબ ધસારો રહેતો હતો. કાપડની મિલો ધમધોકાર ચાલુ હતી ત્યારે ટેક્સટાઈલ ફેકલ્ટીમાં ઊંચી ટકાવારીએ પ્રવેશ અટકતો હતો. ત્યારબાદ કેમિકલ બ્રાન્ચનો જમાનો હતો, ત્યારબાદ કોમ્પ્યુટર બ્રાન્ચમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો છે. મિકેનિકલ, આઈસી. ઈલેક્ટ્રિક સહિતની બ્રાન્ચોમાં પણ ચડાઉ-ઉતાર જોવા મળ્યો છે. જે ક્ષેત્રમાં નોકરીની ડિમાન્ડ સૌથી વધુ રહેતી હોય તે ફેકલ્ટીમાં પ્રવેશનો ક્રેઝ વધુ રહેતો હોય છે. છેલ્લા એક દશકામાં એન્જિનિયરિંગની ડિગ્રી-ડિપ્લોમાની ઢગલાબંધ ખાનગી કોલેજો ઊભી થઈ ગઈ છે. અને બેઠકોમાં પણ અનેકગણો વધારો થયો છે.
રાજ્યમાં જુદી જુદી ઈન્ડસ્ટ્રીઝમાં એન્જિનિયરોની માગની સામે ડિપ્લોમા ઈજનેરીની કુલ બેઠકોનું પ્રમાણ વધારે હોવાથી ડિપ્લામાની પદવી મેળવ્યા બાદ બધા વિદ્યાર્થીઓને નોકરી મળતી નથી. તેથી વિદ્યાર્થીઓમાં ડિપ્લોમાનો પ્રવેશનો ક્રેઝ ઘટ્યો છે.જેથી સરકારી,ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોની ખાલી રહેલી બેઠકોની સંખ્યા 25થી 30 ટકાની આસપાસ જ્યારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં 50 ટકા જેટલી બેઠકો ખાલી રહે છે. ખાનગી કોલેજોના સંચાલકોના કહેવા મુજબ છેલ્લા કેટલાક સમયથી કમ્પ્યુટર આઇટી સહિતની ઇર્મજિંગ બ્રાન્ચમાં સારા પગારની નોકરીની તકો ઉપલબ્ધ છે, જ્યારે અન્ય બ્રાન્ચમાં વિદ્યાર્થીઓનો ઓછો ધસારો છે. વર્તમાન સમયમાં ઈન્ડસ્ટ્રિઝમાં જે વાસ્તવિક એન્જિનિયરની ડિમાન્ડ છે, તેની સામે ઉપલબ્ધ બેઠકોનુ પ્રમાણ વધારે છે.આમ ડિમાન્ડ સામે સપ્લાય વધારે હોવાથી બેઠકો ખાલી રહે છે.
બીજી તરફ જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ક્ષેત્રે પોતાનું ભવિષ્ય કંડાડવા માંગતા હોય તેઓને એ વાતનો પણ સતત ભય વ્યાપી રહ્યો છે કે છ વર્ષ એન્જિનિયરિંગમાં સમય વિતાવ્યા બાદ શું તેઓને સારી નોકરી મળશે કે કેમ ? કોલેજોના સંચા લોકોનું માનવું છે કે હાલ જે મુદ્દો વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે કે તેમને સારી રોજગારી મળશે કે કેમ તેમાં વિદ્યાર્થીઓ જ કારણભૂત છે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વિદ્યાર્થીઓએ યોગ્ય અભ્યાસની સાથો સાથ જે પ્રેક્ટીકલ નોલેજ મેળવવું જોઈએ તે મેળવવામાં તેઓ રાજી થતા નથી.
એન્જિનિયરિંગ એટલે કે એપ્લાઇડ સાયન્સ જેમાં સતત ને સતત આવિષ્કાર અને એક્સપેરિમેન્ટ કરવા પડતા હોય છે પરંતુ તે કરવામાં તેઓને હવે રસ રહ્યો નથી અને એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ સીધી જ મસ્ત મોટી નોકરી મેળવવાની ઘેલછામાં રહેતા હોય છે. પરંતુ વિવિધ ઉદ્યોગ જગતના લોકોનું માનવું છે કે એન્જિનિયરિંગની માંગમાં વધારો થશે અને આ ફિલ્ડ કોઈ દિવસ નરમ નહીં પડે કારણ કે ઉદ્યોગકારોને સારા અને સ્કીલ એન્જિનિયરોની જરૂર છે નહીં કે પુસ્તકીય જ્ઞાન મેળવેલા એન્જિનિયરોની.
એન્જિનિયરિંગ ક્ષેત્રનું ભવિષ્ય ઉજળું : અલ્પેશ આદેશરા
વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ફરજ બજાવી રહેલા અલ્પેશભાઈ આદેશરાએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ ક્ષેત્રનો ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. તારે એ વાત પણ સાચી છે કે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને હવે આવવામાં રસ ઓછો થયો છે પરંતુ તેની પાછળ પણ વિદ્યાર્થીઓ જ મુખ્યત્વે જવાબદાર છે. એન્જિનિયરિંગ ક્ષેત્ર સ્કિલ સાથે જોડાયેલું ક્ષેત્ર છે ત્યારે જે વિદ્યાર્થીઓ કૌશલ્યને પ્રાધાન્ય આપતા હોય તેમના માટે આ ક્ષેત્ર આશીર્વાદરૂપ નીકળે છે અને સારી કંપની પાસેથી સારું એવું વળતર પણ મળતું હોય છે.
કારણ કે એન્જિનિયરિંગ ક્ષેત્રની કંપનીઓને પણ સારા એવા એન્જિનિયરોની તાતી જરૂરિયાત છે. દિવસની શરૂઆત થાય ત્યારથી જ એન્જિનિયરિંગ ની જરૂરિયાત ઊભી થતી હોય છે હાલના સાંપ્રત સમયમાં ભલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સતત અવિરત આગળ વધતી હોય તેમાં પણ એન્જિનિયરિંગ ની જરૂર પડે છે એટલે એન્જિનિયરિંગ ક્ષેત્રે ઘટતી સીટોનું કારણ માત્રને માત્ર વિદ્યાર્થીઓની જાગૃતતા નો અભાવ અને વાલીઓમાં સજાતા ન હોવાનું પ્રમાણ છે. વીવીપી એન્જિનિયરિંગ કોલેજ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગના પાઠ ની સ્થાપનો સાથ સર્વાંગી વિકાસ કઈ રીતે થઈ શકે તેના પાઠનો પણ અધ્યયન કરાવે છે અને વિદ્યાર્થીઓમાં સંતોષ પણ એટલો જ જોવા મળે છે.
કૌશલ્યસભર વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગ ક્ષેત્રે તાતી જરૂરિયાત: જીગ્નેશ રાઠોડ
આત્મીય યુનિવર્સિટી ખાતે એન્જિનિયરિંગ ક્ષેત્રે જોડાયેલા જીગ્નેશભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે જો યોગ્ય જાગૃતિ અને ખાંતથી મહેનત કરવામાં આવે તો કૌશલ્ય સંબંધ વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગ ક્ષેત્રે ખૂબ જરૂરીયાત છે અને કંપનીઓ તેમને સારું એવું વળતર આપવા માટે પણ કટિબદ્ધ છે. હા એ વાત સાચી છે કે છેલ્લા અનેક વર્ષોથી એન્જિનિયરિંગની સીટોમાં ઘટાડો નોંધાયો છે પરંતુ તેની પાછળ મુખ્ય કારણ એ છે કે વિદ્યાર્થીઓને યોગ્ય જાગૃતતા નથી કે એન્જિનિયરિંગ ક્ષેત્રે તેમને કયા પ્રકારે લાભો મળી શકે છે જો યોગ્ય જાગૃતિ કેળવવામાં આવે તો ઘણા પ્રશ્નોનો ત્વરિત નિવારણ આવી શકે છે અને વિદ્યાર્થીઓ સારી રીતે એન્જિનિયરિંગ નો અભ્યાસ કરી પોતાનું ઉજવળ ભવિષ્ય પણ નિર્માણ કરી શકે છે.
બીજી તરફ આત્મીય યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ડીન યજ્ઞેશભાઈ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ ક્ષેત્રે આવવા માટે સર્વપ્રથમ યોગ્ય યુનિવર્સિટી નું ચયન કરવું જોઈએ કારણકે એન્જિનિયરિંગ એ પ્રેક્ટીકલ વિષય સાથે જોડાયેલી ફિલ્ડ છે જ્યાં આવિષ્કારોની સાથો સાથ અનેક પરીક્ષણ કરવામાં આવતા હોય છે ત્યારે જે યુનિવર્સિટી અને કોલેજ યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી શકે તે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવો જોઈએ આત્મીય યુનિવર્સિટી એન્જિનિયરિંગ ક્ષેત્રે અનેકવિધ ઇન્ફ્રાસ્ટ્રકચરથી શુસજ્જ છે. અને આત્મીય યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે અથવા તો જેને અભ્યાસ કર્યો છે તે ખૂબ મોટી અને સારી એવી કંપનીમાં સારું વળતર પણ મેળવી રહ્યા છે. તરફ વિદ્યાર્થીઓએ પોતાના કૌશલ્યને પણ ઓળખવું જરૂરી છે.
એવી જ રીતે આત્મીય યુનિવર્સિટીમાં રિસર્ચ ક્ષેત્રે ફરજ બજાવી રહેલા ડોક્ટર આશિષ કોઠારીએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી કોલેજો અને યુનિવર્સિટીએ વિવિધ યોગ્ય સર્ટિફિકેટ લેવા જરૂરી છે જો તે મેળવવામાં કોલેજ અથવા યુનિવર્સિટી સફળ નિવડે તો વિદ્યાર્થીઓને તેનો ખૂબ સારો ફાયદો થઈ શકે છે. એટલું જ નહીં તેઓ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સૌથી વધુ રિસર્ચને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે જેના માટે ટેકનોલોજી હોવી એટલી જ આવશ્યક છે ત્યારે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જોડાવાની સાતોસાથ એ નિશ્ચિત કરવું પણ જરૂરી છે કે તેઓ કઈ કોલેજ અથવા તો કઈ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કરવા માંગે છે એન્જિનિયરિંગ ની દરેક ફિલ્ડમાં ખૂબ સારો એવો સ્કોપ છે માત્ર જરૂર એ જ છે કે વિદ્યાર્થીઓ તેમની કળા અને તેના કૌશલ્યને ઓળખે અને તેને અનુસરી કોઈ યોગ્ય કોલેજ અને યુનિવર્સિટીનું ચયન કરે. જણાવ્યું હતું કે આત્મીય યુનિવર્સિટી માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સંસ્કારનું પણ સિંચન કરે છે