૬૦ ટકા રેવેન્યુ ડેટા એનાલીટીકસથી ઉપજે છે: ૨૦૨૦ સુધીમાં ડેટા એનાલીટીકસની થતી આવક બમણી થશે
મનુષ્ય સામે સમયાંતરે અનેક તકો આવતી હોય છે પરંતુ તેમાંથી ૯૯ તકો નીકળી ગયા પછી જ તેની ખબર પડે છે. તેની પાછળનું કારણ એ પણ છે કે મનુષ્યના મગજમાં લાખો વિચારોની સતત અવર જવર ચાલતી હોય છે. આ વિચારોનું મંથન, મનન કરીને તેનો રસ્તો કાઢવાનું ખુબ ઓછા લોકોને ખબર પડતી હોય છે પશુ પણ ખાધા પછી ખોરાકને વાગોળે છે. ત્યારે મનુષ્યને ભગવાને વિચારવાની શકિત આપી હોવા છતાં મનુષ્યો તેના મગજમાં આવતા વિચારો પણ મનન કરતા નથી. ૯૯ ટકા મનુષ્યો તેની વિચારવાની શકિતનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જતા હોય છે.
મનુષ્યની જોવા મળતી આ નબળાઇના કારણે બેકારી, ગરીબી જેવી સમસ્યા ઉભી થવા પામે છે આજે વિશ્વ આખુ ડીજીલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ડેટા ઇઝ કીંગ નહી પરંતુ કયા ડેટાને પકડવાને મોટી બાબત છે તે માટે ડેટાનું એનાલીસીસ કરવું જરુરી છે મનુષ્યના મગજમાં સુપર કોમ્પ્યુટર કરતા પણ વધારે શકિત રહેલી છે. પરંતુ, મનુષ્યે સમયાંતરે તેની આ શકિતને મર્યાદીત કરી નાખી છે. મગજમાં રહેલી અગાઉ શકિતનું સિંચન કરવામાં આપણે ઉણા ઉતરીએ છીએ. કોમ્પ્યુટરના આ યુગમાં ટેકનોલોજીની બોલબાલા છે અને દરેક જગ્યાએ આર્ટીફીઇશીયલ ઇન્ટેન્લીજન્સની વાતો થઇ રહી છે જયારે ખરા-ખોટાનો ભેદ સમજવામાં વ્યકિત નિષ્ફળ જાય છે જેથી વ્યકિત તો ઠીક પણ સમાજ, દેશ પણ પાયમાલ જઇ રહ્યો છે.અમેરિકા, યુરોપ જેવા વિકસીત દેશોમાં આવતા દિવસોનો વ્યવસાય ડેટા એનાલીટીકસ પર ઉભો વે. વિકસીત દેશો જેનો સારી રીતે ઉપયોગ કરી રહ્યો છે. ત્યારે ભારત જેવા વિકાસશીલ દેશોએ પણ આ સત્યને સમજવાનો સમય પાકી ગયો છે.
શું તમે જાણો છો કે હાયપર માર્કેટમાં કેસ કાઉન્ટર પાસે શા માટે ચોકલેટ અને ચ્યુઇગ ગમ રાખવામાં આવે છે? શા માટે બ્રાન્ડેડ કોફી શોપની બાજુ-બાજુમાં રહેલી એક જ બ્રાન્ડની શોપ હોવા છતાં તે સારો નફો રળે છે? તમારા ડિવાઇસમાં આવતી જાહેરાતો એક જ પ્રોડકટની હોવા છતાં અલગ અલગ રીતે દર્શાવવામાં આવે છે. આ બીજું કંઇ નહિ પરંતુ માહિતીનો ઉપયોગ છે. જે હાલના સમય પ્રમાણે દરેક કંપનીઓ માહીતીનો ભરપુર માત્રામાં ઉપયોગ કરે છે.
માહિતીનું એનાલીસીસ એ માત્ર લોકોની માંગ અને નફો રળવાનું આવતા દિવસોનું ઉત્તમ માઘ્યમ કહી તો તે અને હથીયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
ચાલો આપણે થોડા ઉંડાવમાં જઇએ વિશ્વની પ્રખ્યાત એવી ગુગલ કંપની ૩.૫ બીલીયન માહીતીનું સર્ચ પ્રોસેસ કરે છે. સ્નેપચેટના યુઝર્સ પ લાખથી પણ વધુ ફોટાઓ શેર કરે છે. ૪૧.૪૬ મીલીયન લોકો યુ ટયુબના વિડીયો જુએ છે ઇન્સ્ટાગ્રામ પર ૪૬ હજારથી પણ વધુ ફોટાઓ લોકો દરરોજ પોસ્ટ કરે છે અને ટવીટર પર ૪.૫ લાખથી પણ વધુ દરરોજ ટવીટ કરે છે લોકો ભારતનું ખુબ મોટું યોગદાન આ બધી વસ્તુઓમાં રહેલું છે. હાલમાં ભારતમાં ૪૦૦ મીલીયન થી પણ વધુ યુઝર્સ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને આ કારણથી ભારત વિશ્વનો બીજી ઇન્ટરનેટ વપરાશકર્તા દેશ છે. આમાંથી વધુ પડતા લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે ચાઇનાથી માત્ર બીજા નંબર પર ભારત આવે છે.
ગુગલના સર્ચ પ્રમાણે મનોરંજન અને બીજી ઘણી વસ્તુઓમાં ભારત સૌથી વધુ માહીતી આવતો દેશ છે. એક વસ્તુ ઉમેરવાનું ભુલાઇ નહી હાયયર લેકલ વિભાગ જે છેવાડાના લોકોને અસરકર્તા છે ભારત તેમાં ફોકસ કરી રહ્યું છે. પરંતુ આ આખી પ્રક્રિયા માટે માહીતી એનું મહત્વ કેટલું ?૧૯૯૦ ની સાલથી માહીતીનું એકત્રીકરણ એ ખુબ જ મહત્વનું પરીબળ માનવામાં આવી રહ્યું છે. પરંતુ હાલના સમય પ્રમાણે વિશાળ માતામાં માહીતી, ટેકનોલોજી અને આર્ટીફીશીયલ ઇન્ટેલીઝસ તેમજ મશીન તર્નીગ જેવા નવા ક્ધસેપ્ટને વ્યસાયીકે ખુબ જ મહત્વતાથી સ્વકારી રહ્યા છે. જે આવતા દિવસોમાં વ્યવસાયને નવો રસ્તો આપશે અને નફો રળવાનું મહત્વનું પરીબળ બની રહેશે.
આ માત્ર ખુબ જ જ મોટી કે ખુબ જ નાની માત્રામાં નહિ આપણે ઉદાહરણ સ્વરૂપ લઇએ તો ફાર્માસ્યુટીકલ વિશેની માહીતીના એનાલીસીસ પરથી જોઇએ તો મુંબઇ એ હેડ કવાર્ટર બની ગયું છે. માહીતીના એનાલીસીસનું ઉદાહરણ તરીકે જો મેડીકલ સેકટરમાં માહીતી દ્વારા ૦.૫ ટકા ની પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે તો પણ મીલીયન ડેટા સાર્થક છે માહીતી માત્ર કેવડી સાઇઝમાં છે એ જરુરી નથી પરંતુ તે બરાબર છે કે નહિ તે મહત્વનું છે.પુના સ્પોર્ટસ કંપનીના મેનેજીંગ ડાયરેકટરના મત પ્રમાણે બીઝનેસ ઓબ્જેકટીવ ફર્સ્ટ વ્યવસાયને કેન્દ્ર સ્થાન પર રાખી નિર્ણયો લેવા જોઇએ. સૌથી પહેલા અલગ અલગ રીતે માહીતીનું એકત્રીકરણ કરવું ત્યારબાદ વ્યવસાયને કેન્દ્રમાં રાખવો ત્યારબાદ એવું પ્લેટ ફોર્મ બનાવવું જેનાથી વિપુલ માત્રામાં માહીતી એકઠી થાય. અને આ માહીતીનું એનાલીસીસ કરી અને સ્ટ્રેટજી બનાવવી જોઇએ.
પરંતુ જો વ્યવસાય નો વિસ્તાર અને કંપનીની સાઇઝ અગત્યનું પરીબળ છે. ખુબ મોટી કંપનીએ માહીતી દ્વારા નવીનતા લાવવી જોઇએ. પરંતુ સ્ટાર્ટ અપ કંપનીઓએ વ્યવસાયને જ કેન્દ્ર સ્થાન પર રાખવો જોઇએ.
હિરો, મોટર, મહિન્દ્રા ગ્રુપ, રીલાયન્સ, બજાજ ઓટો, જેવી વિશાળ કંપનીઓ ડેટાનું એકત્રીકરણ કરવા માટે કરોડો અબજો રૂપિયા ખર્ચે છે તેની સામે એમેઝોન, ફિલપકાર્ટ જેવી કંપનીઓ કસ્ટમરને કેન્દ્રમાં રાખી પોતાનું બિઝનેસ મોડેલ બનાવે છે. તેઓ પોતાની ખાસ ટીમ ઉભી કરેલી છે. જે માહીતીનું એનાલીસીસ કરે છે, આર્ટીફીશીયલ ઇન્ટેલીઝન્સ ટીમ ઉભરી કરેલી છે. અને તેમનું એક અલગ ડેટાનું એનાલીસીસ કરવાનું મોડેલ છે. તેમાં ભારત પણ કાંઇ પાછળ નથી રહ્યું એમેઝોન જેવી કં૫નીઓ કસ્ટમર માટે વિવિધ પ્રકારની સ્કીમો મુકતી રહેતી હોય છે. જેના દ્વારા તેઓ ખાસ તે એનાલીસીસ કરતા હોય છે કે કેવી માત્રામાં લોકોની માંગ ઉભી થઇ રહી છે. આવતા દિવસોમાં કયો વ્યવસાય વધુ ચાલશે? લોકોની શું જરૂરીયાત છે. પરંતુ માત્ર આટલેથી જ અટકી નથી થતું ત્યારબાદ એમેઝોન આ એનાલીસીસને તેના બીજા પ્લેટફોર્મ જેવા કે મનોરંજન, પ્રાઇમ વિડીયો અને મ્યુઝીક પર મોકેલ છે. જેના દ્વારા ડેટાનું ફિલ્ટર લાગે છે અને કેવી ઉમરના લોકો કનેકટ થાય છે તેનું એનાલીસીસ થાય છે.
હાલના સમય પ્રમાણે સૌથી અગત્નું પરીબળ એ છે કે આવતી માહીતીને કેવી રીતે વ્યવસાયમાં ઉપયોગ કરવો. જો તમને જવાબ ખબર હોય પરંતુ સવાલ ખબર નથી તો માહીતીનો ઉપયોગ નીરર્થક છે. જે હાલની એનાલીટીકસ ઇન્ડસ્ટ્રી માટે ખુબ અગત્યનું છે.
અત્યારે ડેટા બેઝ ઇન્ટેલીઝન્સને કેન્દ્ર સ્થાન પર રાખીને કાર્ય કરવામાં આવે છે. હાલનો જે ટ્રેડ જઇ રહ્યો છે. તેના પર એનાલીસીસ કરવામાં આવે છે અને તેવા લોકો જ અત્યારના ડાયનેમીક માર્કેટમાં લોકોને શું જોઇએ છે તે આપીને નફો રળી રહ્યા છે.ટુંકમાં હાલના ટ્રેન્ડ પ્રમાણે કોઇપણ કંપની ડેટાના એનાલીસીસ વગર વ્યવસાયને આગળ વધારી શકતી નથી કારણ કે માર્કેટ સતત બદલાતું રહે છે ટ્રેન્ડ ચેન્જ થતો જાય છે. અને તે પ્રમાણે બીઝનેસ સ્ટ્રેટેઝ પણ સતત ચેન્જ કરતી રહેવી પડે છે.
ઓર્ગેનાઇનેશન કલ્ચર બનાવવું પડે છે જે વ્યવસાયમાં આવતા પ્રશ્નો અને ફેઇલરનું નીરાકરણ લાવી શકે અને વ્યવસાયનું આ માળખુ ટોપ-ટુ-ડાઉન હોવું જોઇએ.
વ્યવસાયમાં દિવસે-દિવસે આધુનિકતા આવી રહી છે અને તે આધુનિકતા માત્ર ને માત્ર ડેટાના એનાલીસીસ પરથી સરળતાથી લાવી શકાય છે. એટલે કહી શકાય કે આ આધુનિક યુગમાં ટકી રહેવા માટે ‘ડેટા’ એ કિંગમેકરની ભૂમિકા ભજવી રહ્યું છે.