આત્મીય પરિવાર, યોગીધામ ગુરૂકુળ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું અનેરૂં સન્માન કરાયું
રાજકોટની કાલાવડ રોડ સ્તિ આત્મીય કોલેજ ખાતે આત્મીય પરિવાર, યોગીધામ ગુરૂકુળ દ્વારા સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા બાદપ્રમવાર રાજકોટ ખાતે પધારનાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું અનેરું અભિવાદન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે કહયું હતું કે, રાજકોટવાસીઓએ મને જંગી લીડી જીતાડીને મારામાં જે શ્રધ્ધા-વિશ્વાસ વ્યકત કર્યો છે તે માટે હું રાજકોટની પ્રજાનો આભારી છું. હું રાજકોટની પ્રજાનો વિશ્વાસ એળે નહીં જવા દઉં. આવનારા પાંચ વર્ષોમાં રાજકોટને દેશના નકશા ઉપર સોળે કળાએ ખીલવશું. રાજકોટને સ્માર્ટ સીટી બનાવીશું. ગુજરાતને પણ વિશ્વના નકશા ઉપર ઝળહળતું કરીશું. છેવાડાના માનવીને, નવી પેઢીને વિકાસના ફળ મળે તેવું કામ આપણે સૌ સો મળીને કરીશું.મુખ્યમંત્રીએ આત્મીય સંસનો પણ સન્માન કરવા બદલ આભાર વ્યકત કર્યો હતો.
પરમપૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ રાજકોટના સપૂત અને બીજીવારના રાજ્યના મુખ્યમંત્રી તરીકે વરાયેલા વિજયભાઇ રૂપાણીનું શાબ્દિક સન્માન-અભિવાદન કર્યું હતું. તેમણે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતની વિકાસયાત્રા વણંભી વહેતી રાખે તેવા ઇશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સાફો પહેરાવી, ફુલહાર, ભારત માતાના નકશાના હાર, સ્મૃતિચિન્હ, સ્મૃતિપત્ર દ્વારા અભિવાદન-સન્માન કરાયું હતું તા ભૂલકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ગુજરાત યાત્રાધામ વિકાસબોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, સર્વાતીત સ્વામી, વિર્દ્યાીઓ, ભાવિકોમોટી સંખ્યામાં ઉપસ્તિ રહયા હતા.