દક્ષિણ-યુરોપીયન યુનિયન અને ઉત્તર અમેરિકામાં વિકસીત દેશોએ દુરંદેશી નિર્ણયોને આધારે ઈલેકટ્રીકલ અને હાઈબ્રીડ ઈલેકટ્રીકલ વિહિકલનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં વધાર્યો
૧૯૭૦માં ઈલેકટ્રીક વિહીકલ્સ અને તેમાંય ખાસ કરીને ઈલેકટ્રીક કારની શરૂઆત થયા બાદ આજે ૪૯ વર્ષ પછી ઈલેકટ્રીકલ્સ માર્કેટ ખુબ જ જોર પકડવા લાગ્યું છે. ખાસ કરીને ટોયોટા, ટેસ્લા, હોન્ડા જનરલ મોટર્સ અને ફોકસ વેગન કેપછી સેત્નવું જેવી વિશ્ર્વ વિખ્યાત કંપનીઓ ઈલેકટ્રીકલ અને હાઈબ્રિડ ઈલેકટ્રીકલ્સ પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે આનો મુખ્ય શ્રેય બેટરી ટેકનોલોજીમાં થઈ રહેલા પરિવર્તન અને સંશોધનને આભારી છે. ૩૦ ૪૦ ઠઇં/ઊંૠ ની ઉર્જાધનતા ધરાવતી લેડ એસિડની સામે આજે ૧૫૦-૨૦૦ ઠઇં/ઊંૠની ઉર્જા ધનતા ધરાવતી લિથીયમ આયન બેટરીઓ ઉપલબ્ધ થવા લાગી છે ત્યારે એટલું તો ચોકકસ જ છે કે આવનારા દિવસોમાં અને તેમાય ખાસ કરીને આવનારા ૫ વર્ષમાં આ ક્ષેત્રમાં ખુબ મોટું પરિવર્તન દેખાય રહ્યું છે તેની સાથે સાથે વૈશ્ર્વિક લેવલે સર્જાય રહેલા પ્રશ્ર્નો જેવા કે ગ્લોબલ વોર્મિંગ તેમજ ઓઝોન લેયરડેપ્લેસન જેવા પ્રશ્ર્નોનું પણ સમાધાન આ ટેકનોલોજી દ્વારા મળવાનું છે.
દક્ષિણ-યુરોપિયન યુનીયન તેમજ ઉતર અમેરિકાનાં પ્રગત રાષ્ટ્રોએ લીધેલા દુરદર્શી નિર્ણયો આધારે ઈલેકટ્રીકલ અને હાયબ્રીડ ઈલેકટ્રીકલ વિહિકલની માંગ ખુબ મોટા પાયે વધી રહી છે, માત્ર વિજળીનાં આધારે એટલે કે બેટરીનાં આધારે ચાલે તેને ઈલેકટ્રીકલ વિહિકલ કહેવાય છે, પરંતુ ગેસોલીન, ડીઝલ, પેટ્રોલ કે આવા અન્ય બળતણની એક ટેન્ક તેના ઉપરાંત બેટરી સાથે ચાલનારા વિહીકલ્સ કહેવાય છે. વર્ષો અગાઉ એક ચાર્જીગ બાદ કાપી શકાતું અંતર પણ ખુબ મોટી સમસ્યા બની ગયેલ પણ આજે વિશ્ર્વભરમાં ઈલેકટ્રીકલ અને હાયબ્રીડ ઈલેકટ્રીકલ કાર એવી બની રહી છે કે જેના દ્વારા હાલનાં ટ્રાન્સપોટેસન ખર્ચ કરતા માત્ર ત્રીજા કે ચોથા ભાગના ખર્ચમાં માત્ર એક જ વખતનાં ચાર્જીગથી ૩૦૦ થી ૪૦૦ કિમી સુધી આસાનથી ટ્રાવેલ કરી શકાય છે. આવનારા ૫ વર્ષમાં આ મર્યાદા ૬૦૦ કિમી કે તેનાથી પણ વધુ થવાની તૈયારી ચાલી રહી છે.
રાષ્ટ્રીય સોલાર મિશન અંતર્ગત ભારત સરકારે નકકી કરેલ લક્ષ્યાંક મુજબ ૨૦૨૨ સુધીમાં સમગ્ર દેશમાં ૧,૭૫,૦૦૦/- મેગા વોટની સોલાર પાવર જનરેશન ક્ષમતા ઉભી કરવાની છે અને તે કાર્યપણ ખુબ ગતિપૂર્વક આગળ વધી રહ્યું છે. એકલા ગુજરાતમાં જ હજારો મેગા વોટનાં પ્રોજેકટ છેલ્લા ૩ વર્ષ સ્થપાઈ ચુકયા છે અને ભવિષ્યમાં આનાથી પણ વધુ કેપેસિટીનાં પ્રોજેકટ આવી રહ્યા છે. ઈલેકટ્રીસીટી જરૂરીયાત માટે ભારતનું હરેક રાજય સ્વનિર્ભર બને તે માટે પણ રાજય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. સોલાર સબસીડી, ટેકસ બેનિફિટસ તેમજ એકસલરેટેડ ડેપ્રીસીયેસનનાં પ્રોત્સાહક લાભોથી પણ આ ક્ષેત્રમાં ખુબ જ તેજીનાં એંધાણ છે. આવનારા દિવસોમાં સોલાર ક્ષેત્રને વિકાસને ધ્યાનમાં લેતા એક અંદાજ મુજબ એક લાખથી પણ વધુ સ્કીલડ મેનપાવર જેમાં ખાસ કરીને ઈલેકિટ્રકલ એન્જીનીયરોની વિશેષ માંગ રહેવાની છે.