અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતર કોલેજ મહિલા બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ હતી. મહિલા વિભાગમાં કુલ 19 કોલેજોની ટીમોએ ચેમ્પિયનશિપ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. અને પોતાનું કૌવત બતાવ્યું હતું. યુનિવર્સિટી કુલપતિ ડો.નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી અને સિન્ડિકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણી ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી.
યુનિવર્સિટી કુલપતિ ડો.નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી અને સિન્ડિકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણી ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કર્યા
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી જણાવ્યું હતું કે, હાલમાં આંતર કોલેજ સ્પર્ધાઓ ચાલી રહી છે જે અંતર્ગત આજરોજ મહિલા બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનિઓએ ભાગ લીધો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વધુ ને વધુ ખેલાડીઓ રમત પ્રત્યે આગળ વધે તેવા જ અમારા પ્રયાસ હોય છે અને સર્વે ખેલાડીઓને અભિનંદન પાઠવું છું કે, આગામી આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ સૌ કોઈ ખેલાડી રોશન કરે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યુ કે, આજની મહિલા બેડમિન્ટન સ્પર્ધામાં જે દીકરીઓ ભાગ લીધો છે તેમને હું અભિનંદન પાઠવું છું અને આજે જે રીતે વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે તેના પર ચોક્કસ થી કહું શકાય કે છોકરીઓ છોકરાવ થી પણ ચડિયાતી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રાજ્ય નહીં પરંતુ દેશ લેવલે ઝળહળે તેવા સૌને આશીર્વાદ.
આ સ્પર્ધાને સફળ બનવવા માટે એચ.એન.શુક્લ કોલેજ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શારીરિક શિક્ષણ ડિપાર્ટમેન્ટએ ખાસ જહેમત ઉઠાવી હતી.