રાધાપાર્ક, રાધા રેસીડેન્સી, અયોધ્યા સોસાયટી સહિતની સોસાયટીઓમાં દરરોજ ટેન્કરનાં ૪૦ ફેરા
મહિલાઓ રજૂઆત માટે આવતા પ્રાંત અધિકારીને આર.ઓ. બેઠક છોડી મહિલાઓને સાંભળી
સબ સલામતની આલબેલ વચ્ચે રાજકોટ શહેરની ભાગોળે આવેલા માધાપર ગામ આજુબાજુની સોસાયટીઓમાં ઉનાળાના પ્રારંભે જ પાણી ન મળતા આજે રાધાપાર્ક, રાધા રેસીડેન્સી, અયોધ્યા પાર્ક સહિતની સોસાયટીઓની મહિલાઓનું ટોળુ કલેકટર કચેરી ખાતે રજૂઆત માટે દોડી આવતા જિલ્લા કલેકટરે ચાલુ આર.ઓ. બેઠકે પ્રાંત અધિકારી જાનીને મહિલાઓને સાંભળવા માટે દોડાવ્યા હતા. જો કે, પ્રાંત અધિકારી જાનીએ તુર્ત જ ટેન્કરના વધુ ૧૦ ફેરા મંજૂર કરાવતા મહિલાઓનું ટોળુ સંતોષ સો પરત ગયું હતું.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેરની ભાગોળે આવેલા માધાપર ગામ આજુબાજુ અસંખ્ય સોસાયટીઓમાં વસવાટ યો છે. જેમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ગોકુલ મુરા એપાર્ટમેન્ટના પાછળના ભાગે આવેલ રાધા રેસીડેન્સી, રાધાપાર્ક, અયોધ્યા સોસાયટી સહિતના વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભી જ ટેન્કરો દોડવા લાગ્યા છે. સરકાર તરફી દરરોજ ૪૦ ફેરા ટેન્કર આપવામાં આવતા હોવાનું જણાવ્યું છે તો બીજી તરફ સોસાયટીના રહીશો દરરોજ રૂ.૮૦૦-૮૦૦ ચૂકવી ખાનગી ટેન્કરોી પાણી મેળવતા હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, માધાપર તેમજ ઘંટેશ્ર્વર વિસ્તારમાં આવેલ સોસાયટીઓ અને હાઈરાઈઝ બિલ્ડીંગોની હાલત ખૂબજ દયનીય છે. હાલમાં માધાપરની રાધા રેસીડેન્સી, રાધાપાર્ક, પરાસર પાર્ક, વોરા સોસાયટી, અવધ પાર્ક, કૃષ્ણનગર, આસ સહિતની સોસાયટીઓ ઉપરાંત આ વિસ્તારમાં આવેલા હાઈરાઈઝ બિલ્ડીંગો તેમજ નાગેશ્ર્વર વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પાણીનો પુરતો જથ્ો મળતો ની. જેના કારણે હાલમાં લોકો મહિને માાદીઠ ૫૦૦ થી ૮૦૦ ‚પિયાનો ખર્ચ કરી ખાનગી ટેન્કરો મારફતે પાણી મેળવી રહ્યાં છે. તો બીજી તરફ તંત્ર પાણીની પરિસ્િિત સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું અને ક્યાંય પણ તકલીફ ન હોવાનું જણાવી રહી છે.
દરમિયાન આજે જિલ્લા કલેકટર કચેરીમાં માધાપર વિસ્તારની સોસાયટીઓની મહિલાનું ટોળુ રજૂઆત માટે દોડી આવ્યું હતું. તો બીજી તરફ જિલ્લા કલેકટર સહિતની અધિકારીઓ આર.ઓ.મીટીંગમાં વ્યસ્ત હતા. આમ છતાં જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તાએ તુર્ત જ સિટી પ્રાંત-૨ પ્રજ્ઞેશ જાનીને મહિલાઓનો પ્રાણી પ્રશ્ર્ન સાંભળવા મોકલ્યા હતા.
મહિલાઓની રજૂઆત સાંભળ્યા બાદ સિટી પ્રાંત-૨ જાનીએ તુર્ત જ સંબંધીત વિભાગોને સુચના આપી જે વિસ્તારમાંથી ફરિયાદ મળી છે તેવા વિસ્તારમાં ટેન્કરના વધુ ૧૦ ફેરા મંજૂર કરતા રજૂઆત માટે દોડી આવેલ મહિલાઓમાં સંતોષની લાગણી વ્યાપી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,