ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯માં દેશના શહેરો અને નગરો વચ્ચે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯નું આયોજન થયેલ. ભારત સરકાર દ્વારા આ હરીફાઈનું પરિણામ તથા એવોર્ડ સમારોહ તાજેતરમાં દિલ્હી ખાતે યોજવામાં આવેલ. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ દેશના ૪૨૩૭ દેશોમાંથી રાજકોટએ નવમું સ્થાન અને રાજયમાં બીજું સ્થાન મેળવેલ છે. આ હરીફાઈમાં જુદાં જુદાં રેન્ક પણ આપવામાં આવેલ. જેમાં રાજકોટએ થ્રી સ્ટાર રેન્કિંગ મેળવેલ હતો.
શહેરએ નવમું સ્થાન પ્રાપ્ત કરવા બદલ રાજકોટ મહાનગરપાલિકાના જુદાં જુદાં વિભાગો, અધિકારીઓ, કર્મચારીઓનો સન્માન સમારોહ મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ પદે યોજાયેલ. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, ડેપ્યુટી કમિશનર ચેતન ગણાત્રા, ચેતન નંદાણી, જાડેજા, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા,સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ પર્યાવરણ અધિકારીઓ, એસ.આઈ, એસ.એસ.આઈ., વોર્ડ ઓફિસરો, એન્જીનીયરઓ, વિજીલન્સ તથા આઈ.ટી વિભાગ, તેમજ સંબધક તમામ બ્રાન્ચના સ્ટાફ ઉપસ્થિત રહેલ.
આ અવસરે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, સ્વછતા સર્વેક્ષણ ૨૦૧૯ અંતર્ગત ભારત સરકાર દ્વારા દિલ્હી ખાતે યોજાયેલ એવોર્ડ સમારોહમાં ભાગ લેવા ગયેલ. આ સ્વછતા સર્વેક્ષણ દરમ્યાન ભારત સરકારના હાઉસિંગ વિભાગના મંત્રી હરદીપ પૂરી, તેમજ જોઇન્ટ સેક્રેટરી શહેરની મુલાકાતે આવેલ. શહેરની સ્વચ્છતાની કામગિરીથી ખૂબ જ પ્રભાવિત થયેલ. આ સમારોહમાં મંત્રી અને જોઇન્ટ સેક્રેટેરીએ પોતાની સ્પીચમાં પણ રાજકોટ શહેરની કામીગીરનો ઉલેખ્ખ કરેલ હતો જે આપણા માટે ગૌરવની બાબત છે.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનરે સ્વછતા સર્વેક્ષણ ૨૦૧૯ અંતગર્ત રાજકોટ શહેરએ અગાઉ મળેલ ૩૫માં સ્થાનમાંથી લોંગજંપ મારી દેશમાં નવમું સ્થાન પ્રાપ્ત કરેલ છે તે બદલ તમામ અધિકારી, કર્મચારીઓને શુભેચ્છા પાઠવેલ છે.