સિવિલ હોસ્પિટલમાં દિન પ્રતિદિન મોબાઇલ સેરવતા ગઠીયાઓ ઝડપાઇ રહ્યા છે. ત્યારે વધુ એક ગઠીયો ઝડપાયો છે.
કાલાવડ રોડ વૃંદાવન સોસાયટીમાં રહેતા અશ્ર્વિનભાઇ ગોરધનભાઇ નગવાડીયા નામના નિવૃત શિક્ષક સિવીલ હોસ્પિટલમાં દવા લેવા આવ્યા હતા. દસ નંબરની ઓપીડીમાં લાઇનમાં ઉભા હતા ત્યારે પ્રકાશ મનસુખ સોલંકી નામનો શખ્સ મોબાઇલ ચોરે તે પહેલા જ સિકયુરીટી ગાર્ડ ઝડપી લીધો હતો. અને પોલીસ હવાલે કર્યો દીધો હતો. પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.