શહેર તાલુકામાં બે દિવસમાં 700થી વધુ કેસો નોંધાતા લોકોમાં ફફડાટ
ઉપલેટા શહેર તાલુકામાં છેલ્લા 10 દિવસમાં 700 કરતા વધુ કેસો નોંધાતા લોકો ફફડી ઉઠયા છે. છેલ્લા બે દિવસમાં આહિર સમાજના ત્રણ નવયુવાનોએ કોરોનાને કારણે જીવ ગુમાવતા સમાજમાં ગમગીનીનું મોજુ ફરી વળ્યું છે. લોકોની કોરોના ટેસ્ટ કરાવવા મોટી લાઇનો ઠેર ઠેર જોવા મળી રહી છે. જયારે તાલુકાના કુઢેચ ગામે કોરોના બે ફામ બનતા ઘેર ઘેર માંદગીના ખાટલા પથરાતા લોકોમાં ભારે ભય વ્યાપી ગયો છે.
શહેર તથા તાલુકાના ભાયાવદર, કુઠેચ, પાતેલી કુમીપાણી સહિતના ગામોમાં છેલ્લી 10 દિવસથી કોરોના યમરાજાની જેમ પથારો પાથરતા લોકો ફફરી ઉઠયા છે. શહેરમાં આહિર સમાજના ત્રણ નવ લોહિયા યુવાનો પરેશ હરદાસભાઇ ચંદ્રવાડિયા, ભાવેશ રાજશીભાઇ ઠેર, રાજુલાલજીભાઇ ડેરનું કોરોનો કારણે મોત થતા આહિર સમાજમાં ભારે ગામગીનું મોજુ ફરી વળ્યું છે. જયારે માગવદર ગામે પણ 20 કરતા વધુ કેસ નોંધાતા અને ગામના પટેલ યુવાનનું મોત થતા સ્વયંભુ ગામે લોકડાઉન નો નિર્ણય લઇ કોરોનાને હટાવવા મેદાનો પડ્યું છે જયારે તાલુકાના કુઢંચી ગામે પણ છેલ્લા આઠ દિવસથી કોરોના તેમજ શરદી તાવને કારણે 100 કરતા વધુ ઘરોમાં માંદગીના ખાટલા પથરાતા નાના એવા કુઢંચી ગામે લોકોમાં ભારે ભય વ્યાપી ગયો છે. કુઢંચી ગામેથી જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતભાઇ ચાવડાએ જણાવેલ કે મારા મત વિસ્તારના કુઢંચી ગામે 150 જેટલા કોરોના કેસ નોંધાયા છે. ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા આરોગ્ય વિભાગ અહિં સઘન કામગીરી કરે તેવી માંગ ઉઠાવી છે. જો યોગ્ય પગલા નહિ લેવામાં આવે ગામાના અનેક લોકો મોતના મુખમાં ધકેલાઇ જતા વાર નહિ લાગે તેમ જણાવેલ હતુ. છેલ્લા આઠ દિવસથી શહેર અને તાલુકાની પરિસ્થિતી દિવસને દિવસે ગંભીર બની રહી છે. ખાસ કરીને ભાયાવદર ગામે પણ કોરોનાથી ઘેરાય ચૂકાય છે. ત્યારે લોકો કોરોના ટેસ્ટ કરાવવા સિવિલ હોસ્પિટલો પીએચસી કેન્દ્ર અર્બન ઓફિસે લાંબી લાઇન જોવા મળી રહી છે.