કોરોનાને લઇને સમગ્ર રાજ્યમાં માસ્ક પહેરવું ફરજીયાત કરાયું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માસ્ક ન પહેરનાર ૮૦ લોકો પાસેથી રૂ. ૧૬૦૦૦ હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.મોડાસા શહેરમાં ૪૦ લોકો કોરોનામાં સપડાયા છે ત્યારે શહેરીજનો કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે નગરપાલિકાએ માસ્ક ન પહેરનાર વિરુધ્ધ કડક હાથે કાર્યવાહિ હાથ ધરી છે,
જેમાં મોડાસા લિયો ચોકી ચાર રસ્તા માલપુર રોડ, અને મેઘરજ રોડ ઉપર માસ્ક ન પહેરનાર ૮૦ રાહદારીઓને રૂ.૨૦૦ મુજબ ૧૬૦૦૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો,ત્યારે લોકો પણ તંત્ર માટે નહીં તો પોતાના પરિવાર ખાતર પર માસ્ક પહેરવો આવશ્યક બની ગયો છે