શહરેમાં દિવાળી જેવો માહોલ: રોશની, રંગોળી વિવિધ સ્પર્ધાઓ, હસાયરા, ડાયરા તેમજ સ્વચ્છતા અભિયાનમાં લોકો સ્વયં જોડાયા
૫૫૦ થી વધુ કરોડના ખર્ચે રાજકોટના આજી ડેમ ખાતે નર્મદાના નીરનું ગુરુવારના રોજ અવતરણ થવાનું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નર્મદા મૈયાને વધાવવા માટે રાજકોટ ખાતે પધારી રહ્યા છે. ત્યારે શહેરજનોમાં નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને છેલ્લા ઘણા દિવસથી અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
શહેરના રાજમાર્ગો રોશનીથી સજજ થઇ રહ્યા છે ત્યારે દિવાળી જેવો માહોલ શહેરમાં જોવા મળી રહ્યો છે અને શહેરના તમામ વોર્ડના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કેસરીયા ઝંડા તેમજ બેનર હોડીગ્સ જોવા મળી રહ્યા છે. અને નરેન્દ્રભાઇ મોદીને સત્કારવા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવેલ છે. ત્યારે વોર્ડવાઇઝ કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા સ્ટીકર, પત્રિકા, વિતરણ અને બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તેમજ મહીલા મોરચા દ્વારા બેટી બચાવો ના શહેરી નાટકો દર્શાવવામાં આવી રહ્યા છે તેમજ આવતીકાલથી વોર્ડવાઇઝ રંગોળી સ્પર્ધા આ ઉપરાંત અન્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેમજ યુવા ભાજપ દ્વારા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ બાઇક રેલીમાં ૧૦ હજારથી વધુ યુવાનો જોડાશે તેમજ વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિગત આગેવાનો દ્વારા ભવ્યાતિભવ્ય નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમને આખરી ઓપ આપવા ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ અને કમલેશ મીરાણીની આગેવાની હેઠળ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નામાંકિત કલાકારો દ્વારા લોકડાયરા, હસાયરાનું પણ આયોજન કરેલ છે ત્યારે આ નરેન્દ્રભાઇ મોદીનો કાર્યક્રમ ઐતિહાસિક અને ન ભુતો ન ભવિષ્યેતી બનનાર છે ત્યારે આ ઇતિહાસના શહેરીજનો સાક્ષી બનશે.
શહેરના રાજમાર્ગો પર બેનરો, હોડીંગ્સ, ઝંડી, ઝંડા સહીતની પ્રચાર-પ્રસારની જહેમત શહેર ભાજપ કાર્યાલય ખાતેથી અનીલભા ઇ પારેખ, હરેશ જોશી, પ્રવિણ ડોડીયા, રામભાઇ પટેલ, રમેશ જોટાંગીયા, રાજુ કુઁડલીયા, પંકજ ભાડેશીયા, જયંત ઠાકર, જી. નલારીયન, હરેશ ફીચડીયા, ચેતન રાવલ, કૃણાલ પરમાર, રાજન ઠકકર સહીતના સંભાળી રહ્યા છે.