ઘંટેશ્વરમાં રૂ| ૧.૨૦ કરોડના પ્લોટનાં બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સોએ આચર્યું કૌભાંડ
જી.ઈ.બી.ના નિવૃત અધિકારી પટેલ વૃદ્ધની માતાના અવસાન બાદ વારસાઈ એન્ટ્રી પડાવવા જતાં સરકારી ચોપડે પ્લોટના માલીક અન્ય કોઈ શખ્સો હોવાનું બહાર આવ્યું
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયી ભૂમાફિયાઓ પોલીસ અને રાજકારણીની મદદી અનેક જમીન કૌભાંડો આચર્યા હોવાનું ભૂતકાળમાં પોલીસ ચોપડે નોંધાયું છે. ત્યારે ઘંટેશ્ર્વરમાં રૂા.૧.૨૦ કરોડની કિંમતના પ્લોટનું બારોબાર બોગસ દસ્તાવેજ કરી નાખ્યાનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગેની પોલીસમાથી મળતી માહિતી મુજબ અગાઉ જીઈબીમાં એજયુકેટીવ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા અને હાલ નિવૃત જીવન જીવતા હાલ કાલાવડ રોડ પર કોલેજવાડી શેરી નં.૨માં સામ્રાજય એપાર્ટમેન્ટમાં રહેતા યોગેન્દ્રભાઈ કંચનલાલ પટેલ (ઉ.૬૨) નામના વૃદ્ધે યુનિવર્સિટી પોલીસ મકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રૈયા ચોકડી પાસે યોગી નગરમાં રહેતો શૈલેષ ગાંડુભાઈ બોરીચા, મોરબીના માળીયા ગામે રહેતા માજી નેમલચંદ ગુલચંદ, જોડીયા તાલુકાના આમરણ ગામે રહેતો વીરમ પ્રાગજીભાઈ થારૂકીયા અને અજાણી મહિલા સહિત ચાર શખ્સોના નામ આપ્યા છે.
પટેલ વૃદ્ધે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ બે ભાઈ અને એક બહેનમાં મોટા છે અને ૨૯-૧૦-૧૯૯૮ના રોજ ઉત્તરપ્રદેશના ભરતપુર ગામે તેના માતા આનંદીબેન કંચનલાલ પટેલનું અવસાન યું હતું. ત્યારબાદ માતા આનંદીબેનના નામે ઘંટેશ્ર્વર ગામ રેવન્યુ સર્વે નં.૩૩ના પ્લોટ નં.૫૯ની જમીન આશરે ૫૮૫ વાર આવેલી હોય, માતાના અવસાન બાદ પટેલ પ્રૌઢ અને અન્ય ભાઈ-બહેનના નામે આ મિલકત કરવા માટે તેઓએ વારસાઈ સર્ટીફીકેટ મેળવી આ પ્લોટ પોતાના નામે કરવા ત્રણ મહિના પહેલા રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પડાવવા માટે ગયા હતા. ત્યારે તેઓને જાણવા મળ્યું હતું કે, તેની માતાના નામની મિલકત શૈલેષ ગાંડુભાઈ બોરીચા નામના વ્યક્તિના નામનો ખરીદ દસ્તાવેજ ઈ ગયા હોય અને હાલ આ મિલકત તેના નામની સરકારી રેકર્ડ પર લખાયેલી હોય ત્યારબાદ પટેલ વૃદ્ધે આરટીઆઈ હેઠળ આ મિલકત અંગેના દસ્તાવેજની નકલો મેળવી હતી તે તપાસ કરતા તેની માતા આનંદીબેનના નામની મિલકત શૈલેષ ગાંડુ બોરીચા, માજી નેમલચંદ જુગલચંદ તા વિરમ પ્રાગજી ફારૂકીયા અને આનંદીબેન કંચનભાઈ પટેલનું નામ ધારણ કરનાર અજાણી મહિલા દ્વારા જમીન કૌભાંડ આચરી બોગસ સહીઓ કરી જમીન પોતાના નામે દસ્તાવેજ કરાવી નાખ્યાનું માલુમ પડયું હતું.