તા.૯ રવિવારે ગૂ‚પૂર્ણિમાના પાવન અવસરે ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેના ભાગ‚પે અનેક સ્કુલમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા આજે ગૂ‚પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈ આજરોજ પંચશીલ સ્કુલમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના માતા દ્વારા મહાદિપ યજ્ઞ થકી ગૂ‚પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પી.ડી.એમ. કોલેજ કેમ્પસ ખાતે આવેલ રાજકોટની પંચશીલ સ્કુલમાં ગૂ‚નો મહિમા ગાવાનો ગૂ‚ પ્રત્યે અહોભાવ વ્યકત કરવાનો તહેવાર એવા ગૂ‚પૂર્ણિમાની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી આ ગૂ‚પૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમમાં શાળાના ૫૦ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ૫૦ મહાદિપ યજ્ઞનું આયોજન કર્યું હતુ આ મહાદિપ યજ્ઞ ગાયત્રી પરિવારના વિદ્વાન યાદવભાઈ દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાનથી મહાદિપ યજ્ઞ દ્વારા ગૂ‚ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.
આ સમગ્ર કાર્યક્રમના આયોજન થકી વિદ્યાર્થીઓ અને વાલીઓ એ પોતાના ગૂ‚જનો પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા વ્યકત કરી હતી આ ઉપરાંત પંચશીલ સ્કુલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગૂ‚ મહિમા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ તકે પંચશીલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે દર વખત કરતા આ વખતે ગૂ‚પૂર્ણિમાની અલગ રીતે ઉજવણી કરવામાં આવી ૫૦ વિદ્યાર્થી અને તેના વાલીઓએ મહાદિપ યજ્ઞ કરીને ગૂ‚પૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું અને પોતાના ગૂ‚જનો પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા વ્યકત કરી બધા જ વિદ્યાર્થી શિક્ષીકા અને વાલીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો. તમામ વિદ્યાર્થી અને શિક્ષકોને શુભેચ્છા સહ આર્શિવાદ પાઠવું છું.