ફેકટરીમાંથી ખરીદ કરેલા ખાદ્ય પદાર્થોની રકમ ચુકવવા આપેલો ચેક પરત ફર્યો ’તો

શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ નજીક આવેલા પુનિતનગરમાં રહેતા રોહિણી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નામના ખાદ્ય મસાલાનું ગાંધીગ્રામ વિસ્તારના જીવંતીકાનગરમાં આવેલા કૃતિ રેસીડેન્સીમાં રહેતા રઘુવીર માર્કેટીંગ નામના વેપારીએ ‚રૂ.૫.૨૫ લાખનો ઉધારમાં માલની ખરીદી કરેલી જે પૈકી ‚રૂ.૪.૭૮ લાખની રકમની ચુકવણી કરવામાં આવેલી અને બાકી નિકળતી રકમ ‚રૂ.૪૭,૨૭૯નો ચેક આપેલો.

ઉપરોકત ચેકની વસુલાત મેળવવા રજુ રાખતા સદરહું ચેક ફંડ ઈન્સ્ફીશીયન્ટના કારણોસર પરત ફરેલો જેથી નોટીસ પાઠવી ચેક ડિસઓનરની જાણ કરી ડિસઓનર થયેલ ચેકની રકમની ડિમાન્ડ કરેલ પરંતુ નોટિસ પીરીયડમાં કે ફરિયાદ દાખલ થતા સુધી ડિસઓનર થયેલ ચેકની રકમ ચુકવેલ ન હોય, ફરિયાદ દાખલ કરવા ફરજ પડેલી.

ફરિયાદ દાખલ થતા કોર્ટે આરોપીને સમન્સ કરેલ અને આરોપીની હાજરીમાં સમગ્ર કેસની ટ્રાયલ ચલાવેલ. ચાલુ ટ્રાયલે તહોમતદારે લેખિત કબુલાત કોર્ટમાં રજુ રાખી ફરિયાદીનું લેણુ કબુલ રાખેલ અને સમાધાનના બહાને આપેલ ચેક પણ ડિસઓનર થયેલો.

જેથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સિઘ્ધાંતો ઘ્યાને રાખી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ભોગવવા તથા ચેક મુજબની રકમ ફરિયાદીને વળતર પેટે હુકમની તારીખથી ૧ માસમાં ચુકવવા આદેશ કરવામાં આવે છે અને તે રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ માસની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવે છે.

૪ એડી.ચીફ. જયુ.મેજી.એ હુકમ ફરમાવેલો છે. આ કામમાં ફરિયાદી રોહીણી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ વતી વિકાસ કે.શેઠ, અલ્પા વિ.શેઠ, વિપુલ આર.સોંદરવા, વિવેક ધનેશા એડવોકેટ દરજજે રોકાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.