ફાયનાન્સ પેઢીને રી-પેમેન્ટ ચૂકવવા આપેલો ચેક પરત ફરતા ગુનો નોંધાયો’તો.
શહેરના વિજય પ્લોટ ખાતે રહેતા નિકુંજભાઈ કિશોરભાઈ રાણિગાએ મારૂતી એન્ટરપ્રાઈઝ પાસેથી અમિતભાઈ અરવિંદભાઈ ઝીઝુવાડીયા (રહે.અલ્કાપુરી રૈયા રોડ) રૂ.૫ લાખ લોન લીધેલી. નાણા મળ્યાની પહોંચ તથા વચન ચિઠી ઉપર સહિઓ લીધેલી હતી અને ત્યારે આરોપી પાસે લોન ના રી-પેમેન્ટ પેટે રૂ.૫ લાખનો ચેક લીધેલો હતો તે ચેક “એકાઉન્ટ કલોઝના શેરાથી રીટન થયેલો હતો. તેથી અમિતભાઈ ઝીઝુવાડીયા ઉપર નેગો. ઈન્સ્ટ્રુ. એકટ નીચે ચીફ જયુ. મેજી. કોર્ટ ફરિયાદ ફાઈલ કરેલી હતી.
આરોપી પોતાના એડવોકેટ મારફત કોર્ટ હાજર થયેલા અને કેસ ચાલી બન્ને પક્ષ ફરિયાદ પક્ષ તથા બચાઉ પક્ષના એડવોકેટની દલીલમાં નાણા લોન પેટે આપ્યા હોય તેવું સાબીત થતું નથી. ચેક મુજબ કાયદેસરનું લેણુ સાબીત કરી શકેલુ નથી. ચેકનો દૂરઉપયોગ કરવામાં આવેલો છે. ફરિયાદી પોતાનો કેસ સાબીત કરી શકેલ ન હોય તેથી અમિતભાઈ ઝીઝુવાડીયાને નેગો. ઈસ્ટુ. એકટના ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલો છે.આરોપી તરફે એડવોકેટ સંજયભાઈ પંડયા, મનિષ એચ.પંડયા નિલેશ ગણત્રા તેમજ રવિભાઈ ધ્રુવ અને ઈરશાદ સેરસીયા રોકાયા હતા.