મિત્રતાના દાવે આપેલી રકમ રૂ.૧૬.૫૦ લાખનો ચેક પરત ફરતા મિત્ર સામે ગુનો નોંધાયો‘તો
શહેરના મોરબી રોડ પર શકિત પાર્કમાં આવેલા નાગબાઈ મંદિરની બાજુમાં રહેતી સુરેશ પરસાણાને રૂ.૧૬.૫૦ લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા અને ચેકની રકમનો પુરેપુરો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વધુમાં શહેરના સદગુરુ સોસાયટી મેઈન રોડ પર રહેતા લાલજી પોપટભાઈ મોલીયાએ શકિત પાર્કમાં રહેતા સુરેશ નરશી પરસાણાને મિત્રતાના દાવે રૂ.૧૬.૫૦ લાખ હાથ ઉછીની આપેલી તે રકમ પરત ચુકવવા ચેક આપેલો હતો. જે લાલજી મોલીયાએ પોતાની બેંકમાં વસુલવા નાખતા વગર વસુલાતે પરત ફરતા જેની જાણ સુરેશ પરસાણાને નોટિસ દ્વારા કરવા છતાં ચેકની રકમ મુજબની લેણી રકમ ન ચુકવતા નેગોશીએબલ એકટ હેઠળની ફરિયાદ દાખલ કરી હતી.
આ અંગે સુરેશ પરસાણાએ હાઈકોર્ટમાં કવોસીંગ પીટીશન દાખલ કરી હતી જેમાં ફરિયાદીના એડવોકેટની દલીલો ધ્યાને લઈ કવોસીંગ પીટીશન રદ કરી ટ્રાયલ ચલાવવા નીચેની કોર્ટનો હુકમ કર્યો છે. આ કેસમાં સિનિયર જજની કોર્ટમાં સુનાવણીમાં બંને પક્ષની દલીલના અંતે ફરિયાદીના એડવોકેટની દલીલ ધ્યાને લઈ સુરેશ પરસાણાનું રૂ.૧૬.૨૦ લાખનો દંડ અને બે વર્ષની સજા અને દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ. લાલજી મોલીયા વતી એડવોકેટ તરીકે નલીનભાઈ શુકલ, અભિષેક શુકલ, જય શુકલ અને રાજેશ દલ રોકાયા હતા.