પહેલા પતરા-લાકડાના રમકડા આવતા જેમાં આજે પ્લાસ્ટિક યુગે પ્રવેશ કરી લીધો
સ્પ્રીંગ ઉપરના વાંદરાની ઉચક-નિચક અને પતરાના દેડકાના અવાજો લુપ્ત થઈ ગયા
કોરોનાથી ડરી ગયેલા માણસોના મેળા ભલે ન ભરાય, રકડાઓનાં મેળા ચાલુ
અબતક, અરૂણ દવે
રાજકોટ
આજથી ત્રર ચાર દાયકા પહેલાની સાતમ-આઠમની મઝાકઈક ઔર જ હતી. લોકોનો ઉત્સહ સમા આપણા આ કાઠિયાવાડી ભાતિગળ ઉત્સવમાં સૌ ઉમળકાભેર જોડાતા હતા. આખો શ્રાવણ મહિનો પ્રજા પૂરો આનંદ લુટતી હતી.નાની સાતમનું પણ અને મહત્વ હતુ જેમાં રામનાથ મહાદેવ મંદિરે નાનકડો મેળો પણ મોટો આનંદ આપી જતો હતો. અહિં શિતળા માતાના મંદિરે સાતમની કુલર ધરાવીને વડિલો પરિવારને શ્રધ્ધાથી સુરક્ષિત કરતો હતો.
એ લોકમેળાનીરંગત કંઈક અનોખી હતી. પ્રારંભે લગભગ મેળા શાસ્ત્રી મેદાનમાં યોજાતા હતા. રાજકોટ સાંસ્કૃતિક સમાજ દ્વારા યોજાતા આ મેળાનો ભરપૂર આનંદ પ્રજા લુટતી હતી. જોકે બાદમાં કલેકટર હસ્તકના આયોજનથી મેળો શાસ્ત્રી મેદાન પછી રેસકોર્ષમાં યોજાવા લાગ્યો હતો.
મેળા બદલાયાને બદલાયા માનવીને રંગીલા રાજકોટનું વાતાવરણ પણ ઉજાણીમાં બદલાયું છે. પહેલાનો આનંદ આજે આવતો નથી. તેવું વડીલો કહે છે તો આજનો યુવા વર્ગ નવારંગીલા રાજકોટનો આનંદ લૂટી રહ્યો છે. પહેલા તો લાકડા-પતરાના જ રમકડા આવતા જે હવે નવા યુગના પ્લાસ્ટિકમાં પરિવર્તીત થઈ ગયા છે. પહેલાના રમકડા ટકાઉ હતા આજે તકલાદી આવી ગયા છે. ટાઢુ ખાવાની આપણી પરંપરા આજે પણ છે તો મેળામાં આઈસ્ક્રીમ ઉજાણી પણ આજે અકબંધ છે.
પહેલાના મેળામાં પતરાના દેડકાનો સતત રણકાર વાતાવરણમાં આનંદોત્સવ પ્રસરાવતો હતો. પાંચમથક્ષ નોમ સુધીના અનોખા ઉત્સવે કાઠિયાવાડી પ્રજા રંગાતી હતી જોકે છેલ્લા બે વર્ષથી કોરોનાએ આ મઝા લગાડી છે પણ ટબુકડાના ‘રમકડા’તો ઓલ ટાઈમ ફેવરીટ જ હોય છે. અને રહેશે. એ વાત નકકી છે. મેળો નથી યોજાવાનો છતા બાળકોના રમકડાની ભરમાર આજે બજારોમાં જોવા મળી રહ્યા છે. ચાવીવાળા રિમોટવાળા રમકડા સાથે અવનવા રમકડાં જ બાળકોનું મુખ્ય આકર્ષણ હોય છે. મનોવિજ્ઞાન પણ બાળકોનાં સર્વાંગી વિકાસમાં આ કલરફૂલ રમકડાને મહત્વનું ગણે છે. આજે આવતા મોટાભાગના રમકડામાં શૈક્ષણીક હેતુ સમાયેલો હોવાથી તે બાળવિકાસ કરે છે. આદીકાળથી બાળકના બચપણમાં ઢીગલા-ઢીંગલીનું મહત્વ હતુ અને રહેશે જ. રમકડાં જ બચપણ છે. જેનો આનંદ પૃથ્વી પર વસતા તમામ માનવીએ કરેલો જ હોય છે.