કર્ણાટક વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આ ચૂંટણી જીતવા માટે ભાજપ હવે પોતાના સૌથી લોકપ્રિય ચેહરાને ઉતારવા જઈ રહી છે. કર્ણાટકની રાજકીય રણભૂમિમાં વડાપ્રધાન મોદીએ આજથી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. સૌથી પહેલાં મોદીએ મૈસુરના ચામરાજનગરમાં રેલી સંબોધિત કરી છે. અહીં તેમણે કહ્યું છે કે, કર્ણાટકમાં ભાજપની હવા નહીં પરંતુ આંધી છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે. મોદી આ સાથે આજે ઉડીપી અને બેલગાવીમાં પણ રેલી કરવાના છે.
મૈસુરના ચામરાજનગર રેલીમાં મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર આજે મહેનત કરનારા લોકોનો દિવસ છે
– મોદીએ કર્ણાટકની રેલીમાં કહ્યું, દિલ્હીમાં કર્ણાટક ચૂંટણીની માહિતી મળતી હતી. સાંભળવા મળતું હતું કે, કર્ણાટકમાં બીજેપી હવા ચાલી રહી છે, પરંતું અહીં આવીને જોવા મળ્યું કે, અહીં તો બીજેપીની હવા નહીં પરંતુ આંધી ચાલી રહી છે. અમે કર્ણાટકમાં પરિવર્તનના પવનને બેકાર નહીં જવા દઈએ.
– આજે 1 મેએ ગુજરાત અને કર્ણાટકનો સ્થાપના દિવસ છે. આજના દિવસને મજૂર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજે મહેનત કરનારા લોકોનો દિવસ છે. તે લોકોએ તેમના સંકલ્પના આધારે દેશને આ ઉંચાઈ પર પહોંચાડ્યો છે. હું આજનો દિવસ કારીગર અને મજૂર ભાઈઓને સમર્પિત કરુ છું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com