સ્થાનિક પોલીસનું નાક કપાયાનું એલસીબીની તપાસમાં ખૂલતા રેન્જ આઈ.જી.ની આકરી કાર્યવાહી
દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં ૧ ડિસે. કાયદો વ્યવસ્થાનું વસ્ત્રાહરણ કરતા માથાભારે શખ્સોએ એક યુવાનને ઢોરમારી મારી નિર્વસ્ત્ર કરી સરાજાહેર ગામમાં ફેરવ્યો હતો.
આ ઘટનામાં રેન્જ આઈ.જી. સંદીપ સિંહે એલસીબીની ટીમને તપાસો સોંપ્યા બાદ ફરજમાં બેદરકારી દાખવનાર ઈન્ચાર્જ પીઆઈ સહિત ૯ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યાંજ ટ્રાફીક બ્રિગેડના ૨ કોન્સ્ટેબલને બરતરફ કરાયા છે. રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહે આ કાર્યવાહીથી સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દ્વારકામાં ક્રિકેટના ડબ્બાની માહિતી સોશિયલ મિડીયામાં મૂકનાર યુવાનને પાઠ ભણાવવા ક્રિકેટના ડબ્બા સાથે સંકળાયેલા તત્વોએ યુવકને નગ્ન કર્યા બાદ બેખોફ બની પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારમાં ૨ કિલોમીટર ફેરવી આ જંગાલિયતભરી હરકત કરી હતી. જેમાં બે કિલોમીટર સુધી યુવાનને મુખ્ય બજારોમાં ફેરવી ધાક બેસાડવાની ચેષ્ટા કરવામાં આવી હતી ત્યાં સુધી પોલીસને જાણ થઈ ન હતી બાદમાં પોલીસ સ્ટેશને પહોચેલા આ શખ્સોને પોલીસે અટકાયત કરી શહેરમા તેનું પણ સરઘસ કાઢવામાં આવ્યુંહતુ.
ખંભાળીયામાં નિર્વસ્ત્ર કરી યુવાનને માર માર્યા બાદ રાજકોટ રેન્જ આઈજી પણ ખંભાળીયા દોડી આવ્યા હતા અને જિલ્લા એસપી રજા પર હોવાથી ગાંધીનગરનાં સ્ટેટ આઈબીનાં એસપીને દ્વારકા જિલ્લાનો ચાર્જ સોંપાયો હતો હવે આ મામલે ઈન્ચાર્જ પીઆઈ સહિત ૯ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં ત્યાં જ ખંભાળીયાનાં પીઆઈ જી.આર. ગઢવીને તાત્કાલીક અસરથી લીવ રીઝર્વમાં રખાયા છે.
રાજકોટ રેન્જ. આઈજી સંદીપસિંહે આ કાર્યવાહી કરી છે. આ યાદીમાં ૧ ચંદ્રકલાબા બી. જાડેજા પોલીસ સબ ઈન્સ્પેકટર, ઈન્ચાર્જ પો.ઈન્સ. ખંભાળીયા, ૨. કરી માંડણભાઈ રાયદેભાઈ ગઢવી લોકરક્ષક સર્વેલન્સ સ્કવોડ, ૩. સુરાભાઈ પ્રભુભાઈ ગઢવી લોકરક્ષક સર્વેલન્સ સકિવોડ, ૪. માલદેભાઈ મેરામણભાઈ નંદાણીયા, હેડ કોન્સ. સર્વેલન્સ સ્કવોડ, ૫. બાલુભાઈ પરબતભાઈ ગઢવી, લોકરક્ષક ટાઉનબીસ્ટ ઈન્ચાર્જ , કરજાનભાઈ રાજસીભાઈ ગોજીયા, પો.હેડ કોન્સ., ૭. વજુભાઈ જીવાભાઈ નંદાણીયા, અના, લોકરક્ષક એમ.ઓ.બી.કોન્સ., ૮. કાબાભાઈ મુળુભાઈ ચાવડા અનમ, એએસઆઈ હાજરી માસ્તર, ૯. અરશીભાઈ સેંગનભાઈ ગોજીયા, અના લોકરક્ષક, ૧૦. પ્રતાપભાઈ જેઠાભાઈ વાઢેર, ટ્રાફીક બ્રીગેડ ખંભાળીયા, ૧૨. રાજેશભાઈ હમીરભાઈ ભાદરકા, ટ્રાફીક બ્રિગેડ ખંભાળીયાને છૂટા કરી દેવામાં આવ્યા છે.
ખંભાળીયા: પાંચેય આરોપીના રીમાન્ડ પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજૂ કરાશે
ખંભાળીયામાં નિર્વસ્ત્ર પ્રકરણનાં ઘેરા પડઘા પડયા હતા અને આ પ્રકરણમાં સંડોવાયેલા પાંચ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આ પાંચેય આરોપીને દસ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ માંગણી સાથે કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જે આજે સોમવારે તા.૭ પૂર્ણ થતા પાંચ આરોપી ભારા ગઢવી, કિરીટ ગડવી, કાના ગઢવી, પ્રતાપ ગઢવી, માણસી ગઢવીને ફરી એકવાર રિમાંડ માટે રજૂ કરવામાં આવશે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચા સ્પદ બનેલા આ પ્રકરણમાં મોટાભાગે શહેરભરમાં એ હકિકત ચર્ચાનો વિષય બન્યો છે કે આરોપીને જામીન આપવા બચાવ પક્ષના વકિલો દ્વારા દલીલ કરવામાં આવશે. પોલીસ વધુ રિમાન્ડની માંગણી મૂકશે જેમાં કોર્ટ શું કરશે? રિમાંડ અપશે કે જામીન આપશે કે જેલ હવાલે કરશે કોર્ટ શું નિર્ણય કરશષ તે બાબતે મીટ મંડાઈ છે.