માજી ધારાસભ્ય સામે એફઆઈઆર રાજુલા પોલીસ સ્ટેશનમાં નહીં થતા અશોક ભાલીયા હાઈકોર્ટમાં ગયા હતા
રાજુલા તાલુકાના પીપાવાવધામમાં જીએચસીએલ કંપની અને ભુમાફીયાઓ સામે લાંબા સમય સુધી ઉપવાસ આંદોલન દરમ્યાન લડતાના આગેવાને પોતાને ફોન પર પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી અને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપ્યા અંગે વારંવારની રજુઆતો કર્યા બાદ પોલીસે એફઆઈઆર દાખલ નહીં થતા આખરે આ મામલો હાઈકોર્ટમાં લઈ જવાયો હતો જેને પગલે આખરે પોલીસે આજે જુદા-જુદા ચાર મોબાઈલધારકો સામે રાજુલા પોલીસે ગુનો નોંધયો છે. રાજુલા પોલીસે હાઈકોર્ટના હુકમ બાદ ગુનો નોંધાયો છે.
રાજુલા પોલીસ પીપાવાવની લડતના આગેવાન અશોકભાઈ જીણાભાઈ ભાલીયાની ફરિયાદ પરથી મોબાઈલ નં.૯૮૭૯૫ ૨૨૫૨૮, ૮૨૩૮૪ ૧૨૨૨૮ ઉપરાંત મો.નં.૯૮૯૮૧ ૨૮૯૬૧ અને ૮૧૪૦૫ ૦૦૨૩૩ના ધારકો સામે ધમકીઓ આપવા સબબ ગુનો નોંધાયો છે. આ અશોક ભાલીયાની આગેવાનીમાં તાજેતરમાં પીપાવાવમાં જમીન મુકિત આંદોલન ચલાવ્યું હતું. જીએચસીએલ કંપની અને ભુમાફીયાઓસામે દબાણવાળી જમીનો ખાલી કરાવવા આ આંદોલન કોળી સમાજ દ્વારા જ લડત ચલાવવામાં આવેલ હતી.
આ અંગે અશોક ભાલીયાએ પોતાના મોબાઈલમાં ૯૮૭૯૫ ૨૨૫૨૮ આ નંબર પરથી ફોન આવેલો અને હું હિરા સોલંકી બોલુ છું તેમ કહી બેફામ ગાળો દીધી હતી. તમે આંદોલન કરવાવાળા બહુ થઈ ગયા છો તમને બધાને મારી નાખીશ તેવી ધમકી આપેલ હતી.