ટેલીફોન અને મોબાઈલ ફોનનો ઉપયોગ વધતાની સો જ કોલના માધ્યમી તાં ગુનાઓનું પ્રમાણ પણ વધતુ જાય છે. માટે આવા કેસમાં કોલ કરનાર વ્યક્તિની ભાષાકીય તપાસ કરવામાં આવે છે અને તપાસના તારણો આરોપીને પકડવામાં મદદ‚પ બને છે.
ગુજરાતમાં ભાષાના લય-ટોનના માધ્યમી તપાસ માટેની પધ્ધતિ વિકસાવવામાં આવી છે. આકાંક્ષાસિંઘ નામની વિર્દ્યાીનીએ આ મામલે રિસર્ચ પેપર તૈયાર કર્યું છે. જેના મત મુજબ કોલમાં ધમકી આપનાર વ્યક્તિનો ટોન તેમજ ઉચ્ચારણ તેના અંગે માહિતી એકઠી કરવામાં પોલીસને મદદ બની શકે છે.
આ સંશોધનમાં મુળ ગુજરાતીઓ, બહારી આવીને ઘણા વર્ષોી ગુજરાતમાં રહેતા લોકો તા હમણા-હમણા આવીને ગુજરાતી શીખેલા લોકોના કોલ રેકોર્ડના આધારે તપાસ કરવામાં આવી હતી. તેમના શબ્દો અને ઉચ્ચારણોમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. વાકય રચનાઓ પણ ભિન્ન હતી. તેમના ભાષા જ્ઞાની તેમના શબ્દ જ્ઞાન અને શિક્ષણનો અંદાજ લગાવી શકાતો હતો.
આ ઉપરાંત માત્ર ફોન નહીં પરંતુ ધમકીભર્યા પત્રોમાં પણ આ રીતની તપાસ કરવામાં આવી હતી. સંશોધનમાં માલુમ પડયું હતું કે, પોલીસ શબ્દો અને વાકય રચનાના માધ્યમી શકમંદની તુરંત ધરપકડ કરી શકે છે. રાજયના ૧૦ જિલ્લાઓની ભાષામાં વિભિન્નતા જોવા મળી હતી. આમ પણ ગુજરાતીમાં ‘બાર ગાવે બોલી બદલાય’ તેવી કહેવત છે. આ કહેવતના આધારે જ પોલીસ ધમકીભર્યા પત્રો અને ફોન કોલ્સની તપાસ શ‚ કરે છે. જેમાં મોટાભાગે સફળતા પણ મળતી હોય છે.