- ખનિજ માફિયાઓએ મજુરોની લાશો સગેવગે કરવા અંતિમ સંસ્કાર કરાવી નાખ્યાનો તપાસમાં ધડાકો
- ખંપાળિયા ગામે કાર્બોસેલની ખાણમાં દુર્ઘટનામાં ભેખડ ઘસી પડતા 3 મજૂરોના મોત થયા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના ખંપાળિયા ગામ નજીક ચાલતી ગેર કાયદેસર કાર્બોસેલ ની ખાણમાં દટાઈ જવાથી ત્રણથી વધુ મજૂરોના મોત નીપજ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો તંત્રને મળી રહી છે ત્યારે તેની સામે તંત્ર જરૂરથી કાર્યવાહી હાથ ધરી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના આ ગામમાં ચાલતી ખનીજ ખાણમાં દુર્ઘટના સર્જાઈ હોવાના કારણે આ ખાણમાં કાર્બોસેલ ખોદકામ કરી રહેલા ત્રણ મજૂરોના મોત નીપજવાની ઘટના બની હતી આ મામલે પોલીસને પ્રથમ તબક્કામાં કોઈ પુરાવો કે ફરિયાદી ન મળતા કોઈપણ પ્રકારની ફરિયાદો દાખલ ન કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ મજૂરોના પરિવારજનો છે તેમને ન્યાયની માંગણી કરતા પોલીસ દાહોદ ખાતે પહોંચી હતી. અને ત્યારબાદ ગુન્હો દાખલ કરાયો હતો.
આ અંગે પરિવારને મળી અને મૃતક પરિવારજનોના નિવેદનો લઇ અને પાંચ ભૂમાફિયા સામે મુળી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનામાં ગંભીર કલમો લગાવવામાં આવી છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે આ ખનીજ ચોરીને અટકાવવા માટેના પ્રયાસો પોલીસ વિભાગ હાથ ધરી રહ્યું છે ત્યારે રાજકીય આગેવાનો અને પહોંચ ધરાવતા પાંચ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આ વખતે કોઈને નથી મૂક્યા અને કડક કાર્યવાહી હાથ ધરી છે.
મૃત્યુ પામનાર દંપતિને પાંચ વર્ષથી નાના ત્રણ જેટલા સંતાન છે અને તેમને ન્યાય મળે તે માટે પોલીસે પણ પૂરતા પ્રયાસ હાથ ધર્યા છે પોલીસ ખુદ દાહોદ સુધી ગઈ છે અને તમામ પ્રકારની વિગતો મેળવી ગુના દાખલ કરવામાં આવ્યા છે. તમામ પ્રકારના હોસ્પિટલમાં દાખલ મજૂરોના નિવેદનો લેવામાં આવ્યા છે અને ગંભીર કલમો લગાવી ગુના દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ખનીજ ભૂ માફિયાઓને આ પ્રકરણમાં નથી છોડ્યો.ત્યારે એટરોસિટી ની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ત્યારે આ અંગે મૂળી પંથકના નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ શામજી જેજરીયા સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે રાજકારણ સાથે જોડાયેલા લોકો જ આ વિસ્તારમાં ખનીજ ચોરી કરી રહ્યા હોવાનો આ દાખલો સામે આવ્યો છે
કાર્બોસેલની ગેરકાયદેસરખાણોમાં રાજકીય આગેવાનોની ખાણો સૌથી વધુ છે તેવી ફરિયાદ વારંવાર મળી છે હવે તો એ પુરાવા રૂપી પણ સાબિત થઈ છે કે નરેન્દ્ર મોદી વિચાર મંચના મુળી તાલુકાના અધ્યક્ષ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા હતા અને ગેરકાયદેસર ખનીજ ચોરી કરી અને રાતો રાત કરોડપતિ બની જવાની કારસો રચતા હતા..
મનુષ્ય વધની ગંભીર કલમો લગાવી ખનીજ માફીયાઓ પર ગાળિયો કસાયો
પોલીસે ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે મનુષ્યવધ જેવી કલમો લગાવી અને ગુનો દાખલ કર્યો છે સામાન્ય રીતે આઇપીસી 304 અમુક કેસોમાં પણ ઉપયોગ કરવામાં આવતા હોય છે જેમાં જાણતા હોવા છતાં પણ મોતના મોઢામાં ધકેલી દેવાના પ્રયાસ હોય તેવા લોકો સામે આવા પ્રકારની ગંભીર કલમો લાગવવામાં આવતી હોય છે. અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા ત્રણ મજૂરોના મોતના સોદાગર બનવાની પ્રવૃત્તિ કરવામાં આવી છે હવે તે તેમને જ ભારે પડી છે પોલીસ તમામ રીતે કાર્યવાહી કરવા માટે હવે તત્પર બની છે ગુનો દાખલ કરાયો છે જેમાં મનુષ્યવધ જેવી ગંભીર કલમો દાખલ કરવામાં આવી છે અને આ પ્રકારે ઝાલાવાડ પંથકમાં પ્રથમ વખત ખનિજ માફિયાઓ સામે આ પ્રકારની કલમો સાથે ગુનો દાખલ કરાયો છે ત્યારે આ બનાવમા આઈ.પી.સી કલમ 304 337 338 અને એટ્રો સીટી એકટ સહિતની કલમો લગાવી ગુનો દાખલ કરવામાં આવ્યો છે..
મામલાની તપાસ ડીવાયએસપી કક્ષાએ સોંપાઇ
સામાન્ય રીતે આવા પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તો અમુક વખતે ગુના પણ દાખલ નથી થતા આ વખતે પણ પોલીસને પહેલા ચાર દિવસ કોઈ પુરાવા મળ્યા ન હતા તેથી ગુના દાખલ ના થઈ શક્યા હતા.
પરંતુ ત્યારબાદ દાહોદ ખાતેથી મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી હતી. હવે ન્યાયની માંગણી કર્યા બાદ પોલીસ દાહોદ ખાતે પહોંચી હતી અને મૃતક પરિવાર છે તેને મળી અને તમામ પ્રકારના નિવેદનો લઈ અને આ પ્રકારની ઘટના બની હોવાનું પુરવાર સાબિત થયું હતું હવે આ અંગે ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં એટ્રોસિટીની કલમો લગાવવામાં આવી છે અને આ તપાસ ખાસ ડીવાયએસપી કક્ષાએ સોંપવામાં આવી છે અને અન્યત્ર રીતે જે કલમો લગાવવામાં આવી છે તેની પણ તપાસો ઉચ્ચત્તર કક્ષાના અધિકારીઓએ પોતાની પાસે રાખી છે. હવે ખનીજ માફિયાઓ સામે કાયદાકીય રીતેગાળિયો કસાયો છે.