રાજમોતી મિલ સિલ કરવાના પ્રકરણમાં અધિકારીઓએ જાણી જોઈને મીડિયાને નોંધ લેવા દીધી હોય, જેના કારણે પેઢીની તથા અંગત પ્રતિષ્ઠાને વિપરીત અસર પહોંચી હોવાનું જણાવી સમીર શાહે એડવોકેટ મારફત કલેકટર અને મામલતદારને રૂ.220 કરોડની બદનક્ષી નોટિસ ફટકારી છે.
અધિકારીઓએ જાણી જોઈને મીડિયાને નોંધ લેવા દીધી, જેના કારણે પેઢીની તથા અંગત પ્રતિષ્ઠાને વિપરીત અસર પહોંચી હોવાનું જણાવતા સમીર શાહ
આ નોટિસમાં જણાવાયું છે કે રાજમોતી ઈન્ડસ્ટ્રીઝના નામથી ચાલતી ભાગીદારી પેઢી, ઠે. ભાવનગર રોડ, ચુનારાવાડ ચોક, રાજકોટવાળાના ભાગીદાર તથા ઓથોરાઈઝડ સીગ્નેટરી સમીર મધુકાંતભાઈ શાહ છે. કાયદા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી પ્રક્રિયા મુબજ મામલતદારે અસીલને લેખીતમાં જપ્તીની તારીખ મુક22 કરતી વખતે નોટીસ આપવી મેન્ડેટરી છે અને ત્યાર બાદ જ તેવી મુક22 ક2વામાં આવેલી તારીખે જપ્તીની પ્રક્રિયા હાથ ધરી શકાય. મીલકતની જપ્તી તા: 30/09/2023 ના રોજ કરવામાં આવેલી છે જે અંગે મામલતદાર તરફથી અસીલને કોઈ, નોટીસ આપવામાં કે પાઠવવામાં આવેલી નથી. મામલતદારે પોતાની કાયદેસરની સત્તા અને ફ2જ થી ઉપરવટ જઈને કલેકટરના હુકમનું પાલન કરેલ નથી અને મનસ્વી રીતે અંગત રાગ-દ્વેષ રાખી સમગ્ર જપ્તીની કાર્યવાહી આપ કલેકટરની નિગરાની તથા દિશા નિર્દેષ અનુસા2 ક2ેલી છે.
અધિકારીઓ જ જાણતા હતાં કે આ કાયદા વિરૂધ્ધના કૃત્યોથી અસીલની શાખા, પ્રતિષ્ઠા, માન-સમ્માન ઉપ2 કેવી વિપરીત અસરો પડશે. કાયદાથી ઉપરવટની કામગીરીઓના કારણે માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ ગુજરાત રાજય બહાર જયાં જયા અસીલનો ધંધો-વેપાર ફેલાયેલો છે તે તમામ સ્થળોએ તેમજ સમાજમાં અમોના અસીલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી ખંડિત કરી નાંખેલ છે અને નાણાંમાં માપી ન શકાય તેવું પારાવાર નાણાકિય નુકસાન આપ નોટીસીઓએ અમોના અસીલને પહોંચાડેલ છે. અધિકારીઓ દ્વા2ા સંપુર્ણપણે પુર્વગ્રહ રાખી, કિન્નાખોરીયુકત કૃત્ય આચરી અમોના અસીલ તથા તેમની પેઢીને વ્યકિતગત રીતે બદનામ કરવાના ઈરાદા સાથે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવેલું છે.
અધિકારીઓએ જપ્તીની ગેરકાયદેસર કાર્યવાહીની સમગ્ર મિડીયાને જાણી જોઈને નોંધ લેવા દીધેલ છે. મામલતદારે અસીલની સદર પેઢીએ પોલીસ બંદોબસ્ત સાથે આવેલ અને ધારત તો સદર મીડિયા કવરેજ પ્રતિબંધિત કરી શકતા હતાં. પરંતુ તેમ ન કરી સમગ્ર મીડીયા ટ્રાયલ મામલતદારની દેખરેખ, હાજરી તથા નિગ2ાનીમાં ચાલવા પામેલ છે જેના આધાત પ્રત્યાધાત સતત ભોગવવા પડેલ છે અને હાલ પણ ભોગવી રહયા છે. કલેકટર દ્વારા પસાર કરવામાં આવેલ જપ્તીના હુકમમાં કયાંય પણ તેની મીડિયા કવરેજને મંજુરી આપવી તેવો કોઈ હુકમ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પસાર કરવામાં આવેલો નથી તેમ છતાં મીડિયા કવરેજને લીધે પારાવાર નુકસાની સહન કરવી પડી છે.
અધિકારીઓ દ્વારા કાયદાના ઓથા હેઠળ ગેરકાયદેસર પ્રક્રિયાથી ગેરકાયદેસર જપ્તી આચરી અમોના અસીલની તેમજ તેમની પેઢીની પ્રતિષ્ઠાને નુકસાન પહોચાડી આબરૂના લીરા ઉડાવેલ છે અને સમગ્ર અમાનવીય કૃત્ય આપ અધિકારીઓએ પુર્વયોજિત કાવતરૂં આચરી એકસંપ થઈને કરેલ છે. અધિકારીઓના સત્તાથી અને કાયદાથી ઉપરવટના કૃત્યોથી અસીલ તથા તેમની પેઢીની શાખ તથા પ્રતિષ્ઠાને શું અને કેવો નાણાકીય ફટકો લાગશે તે હકિકતથી અધિકારીઓ સારી રીતે વાકેફ હતા અને આ કુત્યોના લીધે અસીલની તથા તેમની સદર પેઢીની બદનક્ષી થયેલ છે.
અધિકારીઓને સારી રીતે ખ્યાલ છે કે આપ અધિકારીઓના સદર જપ્તીના હુકમ સામે અસીલે તે હુકમ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારેલ છે અને તે અંગેની નોટીસ અધિકારીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી ગયેલ છે છત્તા સદર ગેરકાયદેસર કૃત્ય અધિકારીઓ દ્વારા રાજકિય ઈશારાએ કરવામાં આવેલું છે જે ખુબ જ અશોભનીય, બીનજવાબદારીવાળું તથા પુર્વયોજિત છે જેથી અસીલની સદર પેઢીની બ્રાન્ડ વેલ્યુ, બ્રાન્ડનેમ તથા અમોના અસીલ તથા અન્ય ભાગીદારની શાખ, માન, મોભો, પ્રતિષ્ઠા નષ્ટ થવા પામેલ છે તેમજ આશરે 80 જેટલા કામદારોને એક ઝાટકે બેરોજગા2 કરી દીધેલ છે જે બદલ પેઢીની બ્રાન્ડ વેલ્યુ રૂ. 50 , બ્રાન્ડનેમ રૂ. 50 કરોડ તથા સદર પેઢીના બંને ભાગીદારોની શાખ, પ્રતિષ્ઠા અને માન, સમ્માન અને મોભાને નાશ કરવા બદલ માથાદિઠ રૂા.40 કરોડ તથા 80 જેટલા કામદારોની રોજી રોટી એક ઝાટકે છીનવી લેવા બદલ તથા મજુર કલ્યાણનો દ્વોસ ક2વા બદલ રૂા.40 કરોડ મળી કુલ રૂ.220 કરોડ ગેરકાયદે કૃત્યોથી બદનક્ષી થવા બદલ નુકશાન વળત2ની માંગણી કરવામાં આવે છે જે સંયુક્ત તથા વિભક્ત રીતે ચુકવવા જવાબદાર છો જે સદર નોટીસ જયાના દિન-15 માં અસીલને ચુકવી આપી તેની પાકી પહોંચ અમોના અસીલ પાસેથી મેળવી લેવા આથી જાણ કરવામાં આવે છે.