મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને લઇ સુપ્રીમ કોર્ટમાં સુનવણી હાથ કરવામાં આવી હતી અરજદારના વકીલ ગોપાલશંકર નારાયણ અને સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલો સાંભળી હતી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અરજદારો આ મામલે કોઈ પણ સ્ટેજ પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે પરંતુ હાલ કોર્ટ આ બાબતે સુનવણી ચાલુ રાખવી જોઈએ.
મોરબીમાં ઝૂલતાપુરની ખૂબ જ દુઃખદ દુર્ઘટના બની હતી જેમાં 140 થી વધારે માણસો પોતાના જીવ ગુમાવ્યા હતા આ મામલે સ્થાનિક પોલીસ તેમજ ગુજરાત સરકારે બનાવેલ SIT તપાસ કરી રહી છે ત્યારે એક સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે CBI દ્વારા તપાસ કરવામાં આવે અને અથવા તો હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ દ્વારા કમિટી બનાવી સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટનો હાઇકોર્ટને નિર્દેશ
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઇકોર્ટ સ્વતંત્ર રીતે ઝડપી તપાસ અને કાર્યવાહી કરે તેમ જ લાગુ પડતા બધા જ યોગ્ય પાસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તેવો આગ્રહ છે, સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો અરજદારને લાગે તો તેઓ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે.
પીડિત પરિવારને વળતર તરીકે યોગ્ય અને ચોક્કસ રકમ આપવી જોઈએ: વકીલ
ગુજરાત હાઇકોર્ટે મોરબી પુલ દુર્ઘટના મામલે સુઓમોટો અરજી લઈ સુનવણી હાથ ધરી છે હાઇકોર્ટે પણ આદેશ આપ્યા છે અને આગામી સુનવણી 24 નવેમ્બરે છે હાઇકોર્ટ દર અઠવાડિયે કેસના વિવિધ પાસા ઉપર નજર રાખી રહી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઘાયલો તેમજ મૃતકોના પરિજનોને સહાયતા તરીકે રકમ જાહેર કરવામાં આવી છે પરંતુ તે વાસ્તવિકતાથી બહુ ઓછી છે ખરેખર તેઓને વધારે વળતર આપવું જોઈએ તેવી અરજદારના વકીલની દલીલો હતી
વકીલની અન્ય દલીલો
વકીલે અરજી કરતાં જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં ચૂંટણી યોજાઈ રહી છે આવી સ્થિતિમાં સાચા ગુનેગારને પકડવામાં આવે તે ખૂબ જ જરૂરી છે મોરબી ઝુલતાપુલના દુર્ઘટનાની મામલે કોન્ટ્રાક્ટ કંપની તેમજ મોરબી પાલિકા સીધી રીતે જ જવાબદાર છે કારણ કે કોઈ રીનોવેશન થયું ન હતું
સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ સંદેશ
મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી છે કોઈપણ મુદ્દા પર બિનજરૂરી રીતે શંકા ન કરવી જોઈએ અને હાઇકોર્ટમાં થઈ રહેલી સુનવણીમાં સહકાર આપવો જોઈએ.