વિના કારણે અરજદારો કરાય છે હેરાન: શિક્ષાત્મક પગલા લેવા ઉઠતી માંગ
લાલપુર મામલતદાર કચેરીના વહીવટ શાખાના કલાર્ક દ્વારા તાલુકાભરના રાજકીય આગેવાનો સાથે તોછડા વર્તનની અને વિના કારણે હેરાન-પરેશાન કરતા હોવાની રોજીંદી ફરીયાદો ઉઠી છે. ઉચ્ચ અધિકારી દ્વારા તેમની સામે પગલા લ્યે તેવી વ્યાપક લોક માંગ ઉઠવા પામેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ જામનગર જીલ્લાની લાલપુર મામલતદાર કચેરીમાં લોકો સાથે વિના કારણે હેરાન-પરેશાન કરાઇ રહ્યાની વ્યાપક ફરીયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી છે. લાલપુર તથા તાલુકાભરની પ્રજા કામ અર્થે જતા વહીવટ શાખાના કલાર્ક દ્વારા તેમને અમાનુષી વર્તન કરી હડધુત કરી રહ્યાનું જાણવા મળ્યું છે. લોકોમાં ભારે આક્રોસની લાગણી ફેલાઇ છે. કોઇપણ કામ ટાઇમસર ન થતા હોય અને મહીલા કર્મચારી પોતાની મસ્તીમાં જ મસ્ત બન્યા ના આક્ષેપો લોકમુખે ચર્ચાનો વિષય બન્યા છે. લોકોના કહેવા મુજબ આવા કર્મચારીઓના કારણે પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો છે આથી ઉચ્ચ અધિકારી દ્વારા તાકિદે પગલા લઇને તેમના વર્તન પર અંકુશ લાવવામાં નહિ આવે તો જનતાને સાથે રાખી જન આંદોલન કરવામાં આવનાર હોવાની ચીમકી લોકો ઉચ્ચારી રહ્યા છે.