હિન્દી ફિલ્મની મર્ડર મિસ્ટ્રી જેવી સ્ટોરીનો ભેદ ઉકેલવા પોલીસની કવાયત હાઇકોર્ટમાં હેબીર્યસ કોર્પસની સુનાવણી દરમિયાન જ બાળકનો મૃતદેહ મળ્યો
મોરબીના વૃંદાવન પાર્કમાં અઢી વર્ષની બાળકીના થયેલા શંકાસ્પદ મોત અંગે સુખી સંપન્ન પરિવાર્ના દંપત્તી વચ્ચે ચાલતા વિવાદ અને પતિ, પત્ની અને વોહના કિસ્સા જેવી ઘટનામાં અઢી વર્ષની માસુમ બાળકીએ જીવ ગુમાવતા અરેરાટી મચી ગઇ છે. બાળકીનું સોફા પરથી પડી જવાના કારણે મોત નીપજ્યાનું કરાયેલા જાહેર સામે હત્યાની શંકા સાથે મૃતક બાળકીના મામાએ હત્યાના કરેલા આક્ષેપથી સનસનાટી મચી ગઇ છે.
હિન્દી ફિલ્મના મર્ડર મિસ્ટ્રી જેવી ઘટનાની સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વૃંદાવન પાર્કમાં સ્થાયી થયેલા સુરતના વિપ્ર પરિવારની અઢી વર્ષની માસુમ બાઓળકી યસ્વી ધવલભાઇ ત્રિવેદીના માતા-પિતા વચ્ચે ચાલતા વિવાદ અને બાળકીના કબ્જા માટે હાઇકોર્ટમાં ચાલતી હેબીયર્સ કોપર્સની સુનાવણી દરમિયાન બાળકીના શંકા સ્પદ મોતથી સનસનાટી મચી ગઇ છે.
મુળ બનાસકાંઠાના પાલનપુર ખાતે રહેતા રીનાબેન વ્યાસના પાંચેક વર્ષ રહેલા સુરતના ધવલ ત્રિવેદી સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન અઢી વર્ષ પહેલાં યશ્વીનો જન્મ થયો હતો. ચારેક માસ પહેલાં ધવલ ત્રિવેદીને સુરતની રશ્મી નામની યુવતી સાથે લફ‚ હોવાનું ધ્યાને આવતા દંપત્તી વચ્ચે વિવાદ થયો હતો.
ચારેક માસ પહેલાં ધવલ ત્રિવેદી પોતાની અઢી વર્ષની બાળકી સાથે ગુમ થયા અંગેની પોલીસમાં નોંધ કરાવ્યા બાદ રીનાબેનને તેના પિયર મોકલી દીધા હતા. દરમિયાન ધવલ ત્રિવેદી અને તેના પતિ માધવલાલને રાજકોટ-મોરબી પર ચાલતા ફોરટેકના કામમાં બ્રીજ બનાવવાનું કામ મળ્યું હોવાથી તેઓ સુરતથી મોરબીના વૃંદાવન પાર્કમાં રહેતા આવ્યા હતા. બીજી તરફ યશ્વીના કબ્જા માટે રીનાબેન દ્વારા હાઇકોર્ટમાં હેબીર્યસ કોપર્સ અરજી કરવામાં આવતા સુરત ડીસીપીને તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો.
હેબીર્યસ કોપર્સ અરજીની સુનાવણી દરમિયાન બાળકીનું મોરબીમાં મોત થયાનું જાહેર થતા કિરણભાઇ વ્યાસ મોરબી દોડી આવ્યા હતા અને તેની હત્યા કરવામાં આવ્યાના આક્ષેપ કરતા મોરબી પોલીસે ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવવા રાજકોટ મેડિકલ કોલેજમાં લાશ મોકલી છે. બાળકીના ગળા પર ઇજાના નિશાન હોવાતી તેની હત્યાની શંકા વ્યક્ત થઇ છે. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકીના મોતનું સાચુ કારણ જોવા મળે તેમ હોવાનું પોલીસસુત્રો જમાવી રહ્યા છે.