જૂનાગઢના મુખ્ય સૂત્રધાર દંપતી અને રાજકોટ સ્થિત ઓફિસની મહિલા સંચાલક સહિત આંઠ સામે રાવ
૨૦૦થી વધુ લોકો સાથે છેતરપીંડી થતા એક માસ પહેલા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી
રાજકોટમાં એક માસ પહેલા રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન દ્વારા છેતરાયેલા ૨૦૦થી પણ વધુ લોકો રેસકોર્સમાં એકઠા થયા હતા અને સૂત્ર ચાર કર્યો હતો જેમાં અમને પોલીસ સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન દ્વારા લગ્ન સહાય ફોર્મ ભરાવી લોકો પાસેથી રૂપિયા 25000 લઈ તેના રૂ.૧ લાખ આપવાના વાયદા કરી કરોડોની છેતરપિંડી થઈ હતી જેમ આમલે ગઈકાલે ડીસીબી પોલીસે જુનાગઢના મુખ્ય સૂત્ર હતા દંપતી અને રાજકોટ સ્થિત ઓફિસની મહિલા સંચાલક સહિત 8 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો અનુસાર રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના સંચાલકો દ્વારા છેતરપિંડી થયાના આક્ષેપો સાથે એક માસ પહેલા 200 થી પણ વધારે લોકો રેસકોસ ખાતે એકઠા થયા હતા અને પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું જે મામલે ગઈકાલે ગોંડલના દેવચડી ગામે રહેતા જયદીપભાઇ ચંદુભાઈ ધોળીયાએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશ કરમશી ડોબરીયા, ઉપપ્રમુખ પ્રફુલા હરેશ ડોબરીયા, ટ્રસ્ટી લલિત કાંતિલાલ વઘાસિયા, ફાલ્ગુની હિરેન વઘાસીયા,કાજલ મયુર ફાણકીયા, રેખા લાલિત વઘાસિયા,મંત્રી સુરેશ જયંતિ ડોબરીયા અને રાજકોટ સ્થીલ ઓફિસની સંચાલક જીજ્ઞાસાબેન કુનડીયા મળી કુલ આઠ સામે રૂ.૨ લાખની છેતરપિંડીની ફરિયાદ થયાનું નોંધાવ્યું છે.
તેઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સહાય લગ્ન સહાય યોજના બહાર પાડી લગ્ન શાહીના બહાને રૂપિયા રોકાવવાનું કહ્યું વ્યક્તિ દીઠ રૂ.૨૫ હજાર ગયા હતા અને ફરિયાદીના પત્નીના નામે પણ રૂપિયા 25,000 રોકવ્યા હતા. ત્યારબાદ તેમને લગ્ન સહાય યોજનામાં અલગ અલગ મળી કુલ.૨ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું પરંતુ ઘણા સમય વીતી ગયા બાદ પણ આરોપીઓ દ્વારા ફરિયાદીને તેમની મૂળ રકમ પણ પરતની આપતા રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના આઠ સામે ગુનો નોંધાવ્યો છે.
રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં લગ્ન પહેલા 25,000 રૂપિયા લઈ અને લગ્ન બાદ 1 લાખ રૂપિયાનો ચેક આપવાની લાલચ આપતી ટોળકીએ રાજકોટના ૨૦૦ જેટલા લોકો સાથે ફ્રોડ કર્યો હતો. આ મામલો લોકો સંસ્થાની ઓફિસ પર એકઠાં થયા હતા. અને ફરિયાદ નોંધાવવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢમાં વર્ષ 2019માં હરેશ ડોબરીયાએ રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનનામની સંસ્થા શરૂ કરી હતી. અને આ સંસ્થાની ઓફિસ રાજકોટ સહિત અનેક જગ્યાએ ઊભી કરવામાં આવી હતી.
ઉલ્લેખની છે કે એક માસ પહેલા આ મામલો ગરમાતા રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના સંસ્થાપક હરેશભાઈ ડોબરીયા દ્વારા સોશિયલ મીડિયા મારફત જણાવ્યું હતું કે, લોકોના પૈસા તેમના દ્વારા પચાવી પાડવામાં આવ્યા નથી પરંતુ આ સમગ્ર ષડયંત્ર તેની રાજકોટ સ્થિત ઓફિસના મહિલા સંચાલક દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ મહિલા રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના તમામ સામે ગુનો નોંધાતા અનેક સવાલો સામે આવી રહ્યા છે.