૩૫૦૦ કિસ્સામાં ૪૦ હજાર ભૂલ: પેપર ચેકર્સનું ૬.૬૭ લાખનો દંડ ફટકારાયો

ગુજરાત રાજય બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓના પેપર ચેકીંગમાં માર્કસની ગણતરીમાં પેપર ચેકર્સ ટીચરો દ્વારા ગરબડ ગોટાળા કરવામાં આવતા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. અનેક કિસ્સામાં ૨.૫ માર્કસ મેળવનાર વિઘાર્થીને રપ માર્કસની લ્હાણી કરવામાં આવી છે. એજ રીતે અનેક પેપરમાં માર્કસનો ટોટલ ગણવામાં શિક્ષકો ‘ઢ’સાબિત થયા છે. બોર્ડ દ્વારા આવા ૩૫૦૦ પેપર્સમાં ૪૦ હજાર ભૂલો બદલ શિક્ષકોને ૬.૬૭ લાખનો  દંડ ફટકારવામાં આવ્યો છે.

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષ લેવામાં આવેલી પરીક્ષા બાદ ઉતવાહીની ચકાસણી બાદ માર્કસનો ટોટલ મારવામાં કહેવાતા હોશિયાર શિક્ષકોએ ગંભીર ભૂલો કરી હોવાનું બોર્ડના ઘ્યાને આવ્યું છે. બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ૩૫૦૦ કિસ્સામાં માર્કસ ગણવામાં ૪૦,૦૦૦ જેટલી ભૂલો સામે આવી છે. અને આ ગંભીર ભૂલોમાં ૧૦ માર્કસ કરતા વધુ માર્કસનો ટોટલમાં ફેર હોવાનું સતાવાર સૂત્રોએ ઉમેર્યુ હતું.

બોર્ડ દ્વારા ઉતાવહી ચકાસણીની જવાબદારી હોશિંયાર અને તજજ્ઞ શિક્ષકોને જ આપવામાં આવતી હોવા છતાં અનેક પેપરોમાં ગંભીર ક્ષત્રીઓ જોવા મળી છે. જેમાં ૪+૨+૬+૩ બરાબર ૧પ માર્કસ થતા હોવા છતાં ૩૪ માર્કસ  ગણવામાં આવ્યા હતા તો કેટલાક કેઇસોમાં ૨+૩+૧ – ૬ ને બદલે વિઘાર્થીને ૧૬ માર્કસ આપી દેવામાં આવ્યા હતા.

બેદરકારીના અન્ય કિસ્સામાં પ૦ માંથી ૨૫ ગુણ આપવામાં આવ્યા હતા. હકિકતમાં એ ગુણાંકનો સરવાળો માત્ર ૨.૫ થતો હતો. પેપર ચેકીંગમાં આવી ગંભીર ભૂલો ચિંતાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની તુલનાએ આ વર્ષ શિક્ષકો દ્વારા બમણાથી વધુ ભૂલો કરવામાં આવી હતી. જો કે બોર્ડ અંતિમ પરિણામ તૈયાર કરતી વખતે કુલ સંખ્યાનાં સરવાળાનું ક્રોસ ચેકીંગ કરવામાં આવે છે અને આ ચકાસણી દરમિયાન જ ‘ઢ’ શિક્ષકોના ભોપાળા છતાં થયા હોવાનું બોર્ડના વિષેશ ફરજ પરના અધિકારી પઠાણે ઉમેર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે પેપર ચકાસણીમાં માર્કસની ગણતરીમાં ભૂલ કરનાર શિક્ષકોને માર્ક દીઠ ‚પિયા પ૦ નો દંડ ફટકારી ખુલાસા પુછવામાં આવે છે અને આ ધોર બેદરકારી સબબ બોર્ડ દ્વારા કુલ ૬૬૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સુત્રોએ અંતમાં જણાવ્યું હતું.

CBSE પેપર રિચેકીંગની અરજીઓ આજથી ઓનલાઇન

સીબીએસઇ ધોરણ ૧૦ અને ૧ર માં રીચેકીંગ માટે આજથી ઓનલાઇન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. રીચેકીંગ કરાવવા ઇચ્છતા વિઘાર્થીઓ પ જુન સુધી પ્રત્યેક વિષય દીઠ ‚પિયા ૫૦૦ રી એસેમેન્ટ કે રીચેકીંગ કરાવી શકશે જેનું પેમેન્ટ ટ્રેડીડ-ડેબીટ કાર્ડ અથવા નેટ બેન્કીગથી તા. ૭ જુન સુધી કરવું પડશે.

સીબીએસઇ બોર્ડ દ્વારા ર૬ મેના રોજ ધોરણ ૧૦ અને ર૯ મેના રોજ ધોરણ ૧ર નું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પેપર રીચેકીંગ કે રીએસેસમેન્ટ કરાવવા ઇચ્છતા વિઘાર્થીઓ માટે ૧ જુનથી પ જુન સુધી ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે સીબીએસઇ બોર્ડે દ્વારા વિઘાર્થીઓને ઉતરવહીની કોળપણ આપવામાં આવશે જેના માટે ધોરણ ૧ર માટે રૂ.૭૦૦ તથા ધોરણ ૧૦ માટે રૂ.૫૦૦ ફી માળખુ નકકી કરાયું છે. નોંધનીય છે કે રીચેકીંગ કરાવનાર વિઘાર્થીઓને રપ જુન સુધીમાં પ્રોેસેસીંગ ફી ચુકવી શકશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.