ડોકટર ટેલીફોનીક- વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજકોટની રજુઆત કરશે
પેરીસ એગ્રીમેન્ટના ભાગરુપે ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી એન્ડ કલાઇમેઠ ચેંજ એ વિશ્ર્વના પ ખંડોમાંથી ૧૧૯ દેશોના ૭૧૦૦ શહેરોનું મેયર પ્રતિનિધિત્વ કરે છે. ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી એન્ડ કલાઇમેટ ચેંજના બોર્ડ ઓફ મેમ્બર્સની પ્રથમ બોર્ડ મીટીંગ ૨૬ તથા ૨૭ જુન ૨૦૧૭ના રોજ યુનાઇટેડ નેશન્સના સેકેટરી જનરલના ૫્રતિનિધિના અઘ્યક્ષ સ્થાને બેલ્જીયમ દેશની રાજધાની બ્રસેલ્સ ખાતે રાખવામાં આવી છે.મેયર ડો. જૈમન ઉપાઘ્યાય આ એડવાઇઝરી બોર્ડના મેમ્બર હોવાથી પ્રથમ મળનાર આ બોર્ડની મીટીંગમાં ઉ૫સ્થીત રહેવાનું નિમંત્રણ પાઠવ્યું છે.આ મીટીંગમાં તા.ર૬ ના રોજ ગ્લોબલ કોવેનન્ટ ઓફ મેયાર્સની પોલીતીકો સ્પીકર સીરીઝ રાખવામાં આવી છે. જયારે ર૭મી રોજ ગ્લોબલ કોવેનન્ટ બોર્ડ ઓફ મેયાર્સની મીટીંગ થશે. બેલ્જીયમના રજા ફીલીપ દ્વારા મહેમાનો સાથે લંચ લેવામાં આવશે. મહેમાનોને યુરોપિયન પાર્લામેન્ટની મુલાકાત કરવામાં આવશે. તેમજ બ્રસેલ્સ શહેરની ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવશે. રાજકોટથી બર્સેલ્સ સુધી આવવા જવા તથા રહેવા જમવાનું ખર્ચ ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ દ્વારા કરવામાં આવશે.
આ મીટીંગમાં મેયર ડો. જૈમન ઉપાઘ્યાય ભાગ લેવા માટે જવાની સંમતિ આપેલી પરંતુ તા. ૨૯ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજી ડેમ ખાતે નર્મદાના નીરના પાણીના વધામણા કરવા તથા પ્રધાનમંત્રીનો રોડ-શો યોજનાર હોવાથી જેની તૈયારીના ભાગરુપે બ્રસેલ્સ ખાતે યોજાનાર મીટીંગમાં જવાનું કેન્સલ કર્યુ છે. આ મીટીંગમાં મેયર ડો. જૈમન ઉપાઘ્યાય ટેલીફોનીક- વીડીયો કોન્ફરન્સ દ્વારા રાજકોટ શહેરના રજુઆત અને ચર્ચા કરશે.