વૈશાલીનગરમાં ટયુશન કલાસીસમાં વિઘાર્થીઓ પાસેથી ઉંચી ફી વસુલી માર્કશીટ પધરાવવામાં ત્રણ સામે ગુનો નોંધાયો તો
શહેરના રૈયા રોડ નજીક વૈશાલીનગરમાં આવેલ ખાનગી ટયુશન કલાસીસમાં ક્રાઇમ બ્રાંચે પાડેલા દરોડામાં બોગસ માર્કશીટ કૌભાંડમા: ભરુચ અને બરોડાના શખ્સે પોલીસ ધરપકડની દહેશતની કરેલી આગોતરા જામીન અરજી અદાલતે નામંજુર કરતો હુકમ કર્યો છે.
વધુમાં શહેરના રૈયા રોડ નજીક વૈશાલીનગરમાં ખાનગી ટયુશન કલાસીસના સંચાલકો દ્વારા ઉંચી ફી વસુલી બોગસ માર્કશીટ પધરાથી વિઘાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતી હોવાની ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ટયુશન સંચાલક પ્રકાશ ગોહિલ ની ધરપકડ પ્રાથમીક પુછપરછમાં ભરુચનો મિતેશ ઘનશ્યામ પટેલ અને બરોડાના પંકજ બચુક સંધવી ની સંડોવણી ખુલતા તેની સામે ગુનો નોંધયો છે.
પોલીસ ધરપકડની દહેશતથી મિતેશ પટેલ અને પંકજ સંધવીએ રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં બન્ને પક્ષોની રજુઆતના અંતે સરકાર પક્ષની દલીલમાં આરોપીઓ હાલ નાશતા ફરે છે. આ બંને આરોપીઓ વિરુઘ્ધ જે પુરાવા છે. તે સાચા અને સચોટ છે કે કેમ તે માટે જયાં સુધી આરોપી કાયદાની જોગવાઇ મુજબ પ્રાથમીક પુછપરછ માટેની પોલીસ પાસે આવે નહી ત્યાં સુધી પ્રોસીકયુશનનો તેઓ સામે કોઇ સચોટ કેસ કે પુરાવો નથી તેવી રજુઆત કરી શકે નહીં. જયારે મુખ્ય આરોપી પ્રકાશ ગોહિલએ કબુલાત આપી હોય છે.
તમામ રજુઆતો માન્ય રાખી નામ એડીશ્નલ સેસન્સ જજ વી.વી. પરમારે, મિતેશ ઘનશ્યામભાઇ પટેલ અને પંકજ બચુભાઇ સંધવીની આગોતરા જામીન અરજી રદ કરી છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા રોકાયેલા હતા.