નિવૃતે શિક્ષક અમરશીભાઇ પંચાસરાની બોર્ડ સફળતાની ટીપ્સ
બોર્ડનાી પરીક્ષામાં બેસનાર લગભગ મોટાભાગનાં વિઘાર્થીઓ પોતાના સાવ નજીકના ભૂતકાળનેય ભૂલી જાય છે. દર પરીક્ષા વખતે દર વરસે વિઘાર્થીની હાલત પરીક્ષાનાં ડરના કારણે આજકાલ જેવી જ હોય છે. તેમ છતાં દર વખતે પાસ થઇને ધો 10 થી 1ર સુધી તે આવી પહોંચી તે જ શું તેની શૈક્ષણિક લાયકાતનું ઉત્તમ પ્રમાણ પત્ર નથી?
બાળકનો કુમળા માનસમાં ઘર, શેરી, સ્કુલ સમાજ તરફથી નાનપણથી બોર્ડની પરીક્ષાનો હાઉ ધુસાડી દેવામાં આવે છે. 10માં ધોરણમાં આવ પછી ખબર પડશે? જેવું ચોતરફથી સંભળાવવામાં આવે છે.
બોર્ડની પરીક્ષાઓમાં ઘણીવાર નચિંત – પ્રસન્નચિત નબળા ગણાતાં વિઘાર્થીઓ પણ ભયભીત થયેલાં હોશિયાર વિઘાર્થીઓ કરતાં પણ વધ સારા પરિણામો લાવતા હોય છે કારણ કે નબળા છતાં સ્વસ્થ ચિત્તવાળા પરીક્ષાર્થીઓ ભલે ઓછું આવડતું હોય છતાં વ્યવસ્થિત રીતે વિચારીને કાળજીપૂર્વક સરખાં જવાબો લખી શકે છે. જયારે હોશિયાર હોવા છતાં ઘણાં પરીક્ષાર્થીઓ ભયભીત હોવાથી પ્રશ્ર્નપત્રોના જવાબો વિષે વ્યવસ્થિત રીતે વિચારી શકતા નથી. અને પરિણામે લખી પણ શકતાં નથી.
બોર્ડની છ માસિક અને પ્રિલિમ પરીક્ષા તો તમારી પોત પોતાની સ્કુલોમાં જ લેવાયેલી છે. જેના આધારે પરિણામોમાંથી દરેકને પોત પોતાની ક્ષમતાનો અંદાજ તો આવીજ ગયો હોય છે.
અભ્યાસક્રમ એજ હશે કે જે તમને ભણાવવામાં આવ્યુંછે. તમારા પોતાના વિવિધ વિષયોના નિષ્ણાંતો દ્વારા જે માર્ગદર્શન આપવા આવ્ય હશે તે રીતે જ ફકત અન્ય સેન્ટરમાં પ્રશ્ર્નોપત્રોના જવાબો આપવાનાં છે. એટલે મુંજાવાનો સવાલ જ નથી.તમે તમારા બ્લોકમાં સમયસર પહોંચી જશો બાદમાં જવાબદારી સુપરવાઇઝરની હોય છે. મુંઝાવ ત્યાં ઇશારો કરવા હાથ ઉંચો કરો એટલે તરત જ તમારા સુપરવાઇઝરો તમારી સમસ્યા ઉકેલવા હાજર થઇ જાય છે.બોર્ડની પરીક્ષાના પેપરો તપાસ ચકાસવામાં જરા પણ જોનારા વેઠ કરે તો તેને પણ દંડ ભોગવવો પડે છે બોર્ડ હંમેશા તમારુ ભલું જ ઇચ્છે છે.એક વર્ષે ગણીતના પેપરમાં બોર્ડે છબરડો કરેલો જેથી આ વિષયમાં વિઘાર્થીઓને ગ્રેસીંગ રુપે 14 માર્કસ આપવા પડેલા આથી વિશેષ તમારે શું જોઇએ?
બોર્ડની પરીક્ષાનો તફાવત
અત્યાર સુધીની તમારી દરેક પરીક્ષાઓ તમારી જ સ્કુલોમાં, તમારા જ મિત્રો વચ્ચે બેસને તમારા પોતાના જ શિક્ષકોના સુપરવિઝન હેઠળ પરીક્ષા આપ્યે રાખી છે. બોર્ડની પરીક્ષામાં ફકત ફર્ક એટલો જ કે તમારી અજાણ્યા કેન્દ્રોમાં, અપચિત વિઘાર્થીઓ સાથે અને નવા નવા નિરીક્ષકોના સુપરવિઝન માં આપવાની હોય છે.