રાજકોટના રૈયા રોડ ઉપર રેહતા અને મોબાઈલની દુકાન ચલાવતા પરેશ ઉર્ફે પુનીત રમેશ ભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ ૩૧) નામના સ્ક્ષણે ગાંધીગ્રામ પોલીસ તથા મહિલા પોલીસે એક યુવતીને લગ્ન કરીને છુટા છેડાના બોગસ દસ્તાવેજ ઉભા કરવાના આરોપ સર ઝડપી પડ્યો છે. ચોકાવનારી બાબત ઈ છે કે મુંબઈની એક યુવતી તેમજ રાજકોટની બે યુવતીઓ સાથે વારાફરથી લગ્ન કરનાર પરેશ ચુડાસમાની સાથે ગુનાહિત કાવતરું રચવાના આરોપસર તેની માતા ઇન્દુમાંતીની પણ પોલીસે ધડપકડ કરી છે .
મુંબઈની યુવતી સાથે લગ્ન કાર્ય બાદ કોર્ટમાં છુટાછેડાનો કેશ ચાલતો હોવા છતાં રાજકોટની એક યુવતીને ફસાવીને મુંબઈની યુવતી સાથે છુટાછેડા થઈ ગયા છે તેવા બોગસ દસ્તાવેજોના આધારે રાજકોટની યુવતી સાથે પણ લગ્ન કરી લીધા હતા. આમ છતાં ત્રીજી યુવતીને પણ પોતાની પ્રેમઝાળમાં ફસાવીને એણે પણ ખોટા દસ્તાવેજોના આધારે લગ્ન કરી ત્રણ ત્રણ યુવતીઓનું જીવન બરબાદ કરી નાખનાર પરેશ વિરુધ પોલીસે કલમ ૪૦૬ ,૪૬૫ ,૪૯૪ ,૪૬૮ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે . ઉલ્લેખનીય કે આ ત્રણેય યુવતીઓ સાથે લગ્ન કરતા સમએ યુવતીઓ સગીરવયની હોવાથી પોલીસે પોક્સોની કલમ ઉમ્રવાની કવાયત પણ હાથ ધારી છે.