સુરત: ઝાંપાબજાર નુરપુરાના બેઝમેન્ટમાં હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા દુર્ઘટના બની હતી. જેમાં  નોનવેજ સિઝલર ખાવા માટે મોટી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના રાત્રિ ભોજન માટે AC હોલમાં મહિલાઓ ભેગી થઈ હતી. જેમાં 20થી વધુ મહિલાઓ બેભાન થતાં તાત્કાલિક બુરહાની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ સાથે સમગ્ર ઘટના પોલીસ- આરોગ્ય વિભાગથી છુપાવવામાં આવી હતી. જેમાં મહિલાઓને બુરહાની હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે સફોકેશન અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતા ઘટના બની હતી. તેમજ ગેરકાયદે મિલકત સાથે બૅઝનમેન્ટમાં હોલ બનાવનાર બિલ્ડરને બચાવવા આખી ઘટના છૂપાવવામાં આવી હોવાના આક્ષેપો લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ સાથે જ હાલમાં 10 મહિલાઓને પ્રાથમિક સારવાર પછી રજા આવવામાં આવી છે.

આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતના ઝાંપાબજાર દેવડી પાછળ આવેલા નુરપુરાનાં બેઝમેન્ટમાં આવેલા હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતાં મોડીરાત્રે અફરાતફરી મચી ગઈ હતી. દાઉદી વોરા સમાજના રાત્રિ ભોજન માટે AC હોલમાં નોનવેજ સિઝલર આરોગવા આવેલી 20થી 30 મહિલાઓ એક પછી એક પડવા લાગતા ટાવર રોડની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

WhatsApp Image 2024 11 08 at 12.00.24 7400c7cc

નુરપુરામાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદે AC હોલ બનાવી દઈ ભાડે આપવાનું શરૂ કર્યું છે. જ્યાં દાઉદી વોરા સમાજની મહિલાઓને મીઠી સિતાબીનાં જમણમાં નોનવેજ સિઝલર પીરસવામાં આવ્યું હતું. અહીં હોલમાં 1-1 ટનના ચારથી પાંચ એસી હોવા સાથે સિઝલરનો ધુમાડો ગેરકાયદે બેઝમેન્ટનાં હોલમાં ફરી વળતાં ઓક્સિજન લેવલ ઘટી જવાને લીધે 20થી વધુ મહિલાઓ ભોજન દરમિયાન ચક્કર ખાઈ બેભાન થઈ જતાં નાસભાગ મચી જવા પામી હતી.

મહિલાઓ હોલની બહાર ચક્કર ખાઈ બેભાન થઈ ગઈ 108 બોલાવવાને બદલે મહિધરપુરા ટાવર રોડ પાસેની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સ મોકલી બેભાન મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાઓને તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેટલીક મહિલાઓ હોલની અંદર તો કેટલીક મહિલાઓ હોલની બહાર ચક્કર ખાઈ બેભાન થઈ ગઈ હતી. સફોગેશન અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં મહિલાઓ સાથે ઘટના બની હોવાનું બુરહાની હોસ્પિટલના તબીબોએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું. નવાઈની વાત એ છે કે, આવી ગંભીર ઘટના બની છતાં મહિલાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કરનાર આયોજકોએ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી. હોસ્પિટલમાં 20 મહિલાઓને સારવાર આપવામાં આવી રહી છે. 10 મહિલાઓને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.