સિમેન્ટ સપ્લાયથી આજુબાજુના ગ્રામ્ય લોકો હેરાન: કાયદાકીય પગલા ભરવા માંગ
જાફરાબાદ તાલુકાની બાબરકોર્ટ ગામે નર્મદા સિમેન્ટ (અલ્ટ્રાટેક) કંપનીની બે જવાબદાર રીત રસમથી પ્રજા પિસાઈ રહી છે. બાબર કોર્ટ ગામે આવેલ કંપની જે હાલ જાફરાબાદ, બાબરકોટ, મીતીયાળા તેમજ જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં અત્યંત સિમેન્ટ ઉડાવે છે અને પર્યાવરણને ખુબ જ નુકસાન કરે છે. આ સિમેન્ટ પ્લાન્ટ જેની જેટી પરથી વિદેશથી આવેલ અનેક (શીપ)માં લુજ સીમેન્ટ ભરી અને તેને સપ્લાય કરવામાં આવે છે. જે સીમેન્ટ શીપમાં ભરે છે ત્યારે તે સિમેન્ટના ગોટે-ગોટા ઉડે છે અને આજુબાજુના વિસ્તારને ખુબ જ નુકસાન કરે છે.
જાફરાબાદ ગામમાં આવેલી માછીમારી વિસ્તાર જેવા કે સામાકાંઠા જેવી માછીમારી જેવા ધંધા સાથે સંકળાયેલ વિસ્તારમાં વૃદ્ધો તથા નાના બાળકો અને પ્રજાજનોને અનેક બિમારી જેવી કે માટીની, એલર્જી, દમ, ચામડી, ટીબીના રોગો તથા (કેન્સર) જેવી ભયંકર બિમારીનો સામનો કરવો પડે છે. ગ્રામજનો દ્વારા કંપનીના મેનેજમેન્ટના જવાબદાર અધિકારી ભુપેન્દ્રસિંગને અનેકવાર રજુઆત કરેલ છતા આ કંપની તંત્રને તથા સરકારી બાબુઓને મોટી રકમ આપી અને આ બધુય દબાવી દેવામાં આવે છે. કંપનીના લીધે થતા નુકસાનને ધ્યાનમાં લઈ કંપની સામે કાયદાકીય પગલા લેવા તેમજ અનેક માનવીને થયેલ અનેક પ્રકારની બિમારીનું યોગ્ય વળતર તમામને ચુકવવા જાગૃત નાગરિક ઈમરાનભાઈ ગાહાએ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર ખાતે લેખિત રજુઆત કરી છે.