જળ એ જીવન છે. પાણી વગર જીવન શક્ય નથી. જળ એ માત્ર માનવજીવન પુરતુ સીમીત નથી પરંતુ તમામ જીવો અને વન્યજીવો માટે પણ માનવજીવન જેટલું જ મહત્વનું છે. જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે ફોરેસ્ટ વિભાગ કટીબધ્ધ છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાનાં બાબરીયા રેન્જના ૧૯ પોઈન્ટમાં વન્યપ્રાણીઓ માટે પીવાનું પાણી ભરવામાં આવે છે. આ તમામ પોઈન્ટમાં ફોરેસ્ટ વિભાગ દ્રારા સમયસર સાફ-સફાઈ કરી પાણી ભરવામાં આવે છે. ઉનાળામાં જંગલમાં પીવાના પાણી માટે વન્યપ્રાણીઓ આ પોઈન્ટ દ્રારા પાણીની તરસ છીપાવે છે.
જંગલમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત વન્યપ્રાણીઓ માટે પીવાના પાણીના પોઈન્ટ ભરી ફોરેસ્ટ વિભાગ દ્રારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે