નવા ભારતના નિર્માણ માટે રાષ્ટ્રના ઉજજવળ ભવિષ્ય માટે ૨૦૧૯ લોકસભા ચુંટણી માટે ભાજપનો સંકલ્પ પત્ર બતાવવા દેશના કરોડો લોકોના સુચનો લેવા માટે તેમજ ભાજપના સંકલ્પ પત્ર માટેના લોકમનના સુચનો, અભિપ્રાયો અને લાગણીઓ એકત્રિત-સંકલિત કરવાના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘ભારત કે મન કી બાત-મોદી કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા રાજયની ૨૬ લોકસભામાં ૨૬ વિડીયો રથનું પ્રસ્થાન કરાવવામાં આવેલ છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરમાં વિધાનસભા-૬૯માં વોર્ડ નં.૩માં બેડીનાકા ટાવર ખાતેથી ભારત કે મન કી બાત-મોદી કે સાથ રથનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહિલા અગ્રણી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર જનકભાઈ કોટક, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકિયા, રાજકોટના વિસ્તારક ભરતભાઈ ડેલીવાળાએ કરાવ્યો હતો. આ તકે હેમુભાઈ પરમાર, જગદીશભાઈ ભોજાણી, રાજુ દરીયાનાણી, મુકેશ પરમાર, બાબુભાઈ પરેશા, નીલેશ પાણેરી સહિતના સાથે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.