મોતિયાના ઓપરેશન બાદ સાત દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હતી
અમરેલીમાં આઠ દિવસ પહેલા શાંતાબા હોસ્પિટલમાં રપ જેટલા દર્દીઓએ મોતીયાનું ઓપરેશન કરાવ્યું હતું જેમાં તંત્રની બેદરકારીના કારણે સાત જેટલા દર્દીઓએ આંખની દ્રષ્ટિ ગુમાવતા હોબાળો મચ્યો હતો. અને તેમના પરિવાર દ્વારા હોસ્પિટલ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મામલો વધુ ઉગ્ર બનતા તે મામલે આરોગ્ય મંત્રી દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. જેથી તપાસ માટે સાત અધિકારીઓની ટીમ બનાવામા આવી હતી. જયારે દર્દીઓને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં પણ રીફંડ કરવામાં આવ્યા હતા.
ગઈ કાલે બપોરે 6 જેટલા દર્દીઓ અમરેલી શાંતાંબા હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેઓ એ રડતી આંખે જણાવ્યું હતું કે અમોને કાઈ નથી જોતું અમને અમારી આંખો પાછી આપિદો અમરેલીનાં જ લાભુબેન ધાનાણી ઉ.વ.આશરે 70 વર્ષ જે ગજેરા પરા અમરેલીનાજ રહેવાસી છે તેઓએ જણાવ્યું હતું કે ઓપરેશન ના પાટો ખોલ્યો ત્યારથીજ કાઈ દેખાતું નથી જેથી તેઓને રાજકોટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં પણ ઓપરેશન કરવામાં આવ્યું છતાં પણ કાઈ ફેર પડ્યો નથી ત્યાંથી સ્વ ખર્ચે વાહન ભાડે કરી દર્દીઓ અમરેલી પહોચ્યા છે
તેમાં દોલતીના પણ એક વૃધ્ધા છે જેનું નામ આસુબેન છે તેઓ એ પણ જણાવતા કહ્યું હતું કે મોતિયો ઉતાર્યા પછી ધબડક થઈ ગયું છે કાઈ દેખાતું નથી જેથી તેઓને પણ તાત્કાલિક અન્ય હોસ્પિટલ લઈ જવાયા અને ઓપરેશન કરવામાં આવ્યું જેને પણ હજી કાઈ દેખાતું નથી આવા 6 થી સાત દર્દીઓ છે જે તંત્રના પાપે અંધારું ભોગવવા મજબૂર છે , ત્યારે હોસ્પિટલ ના સુપ્રિન્ટેન્ટ અને અન્ય જવાબદાર લોકો બધું બરાબર છે તેવું રટણ કરી રહ્યા છે અને અમરેલી માહિતી ને પણ કાઈ બન્યું ના હોય તેવી જાણકારી આપી પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે.
ઓપરેશન બાદ પાટો ખોલતા કંઇ દેખાતું જ ન હતું: લાભુબેન (દર્દી)
અમરેલીમાં રહેતા અને શાંતાબા હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવનાર લાભુબેન ધાનાણી (ઉ.વ.70) એ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જયારે તેનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તે બાદ તેના આંખે પાટો ખોલ્યા બાદ જ તેમને આંખે કશું દેખાતું ન હતું. જેથી તેમને આ મામલે હોસ્પિટલ સ્ટાફને વાત કરી હતી.