પબ્લીક પ્રોસિકયુટર બદલવાથી ન્યાય મળશે તેવી દલિલના અન્વયે સીબીઆઈને હાઈકોર્ટનો આદેશ
અમિત જેઠવા હત્યા કેસમાં પબ્લીક પ્રોસીકયુટર બદલવાનો નિર્ણય બે દિવસમાં લેવા ગુજરાત હાઈકોર્ટે સીબીઆઈને નિર્દેશ આપ્યો છે.
૧૯૫માંથી ૧૦૫ સાક્ષીઓ હોસ્પિટલ બનતા જૂનમાં ન્યાયાધીશ જેબી પારડીવાલાએ રીટ્રાયલનો આદેશ કર્યો હતો. આરોપીના દબાણને વશ થઈ સાક્ષીઓ હોસ્ટાઈલ બન્યા હોવાની અરજી અમીત જેઠવાના પિતાએ કોર્ટમાં કરી હતી તા.૨ ઓગષ્ટથી હાઈકોર્ટમાં સુનાવણી હોવાથી જસ્ટીસ સોનીયા ગોકાણીએ બે દિવસમાં પબ્લીક પ્રોસીકયટર બદલવા કે નહી તેવો નિર્ણય લઈ લેવા સીબીઆઈને આદેશ કર્યો છે. તા.૩ ઓગષ્ટથી સીબીઆઈ નવેસરથી સૂનાવણી કરશે.
અમિત જેઠવા હત્યા કેસમાં સ્પેશ્યલ પ્રોસીકયુટરમાંથી એક અલડી તિવારી અમદાવાદથી દિલ્હી રહેવા ચાલ્યા ગયા હોવાથી તેમને ટ્રાયલ માટે અમદાવાદ આવવું પડે છે. ઉપરાંત આ કેસમાં જો પબ્લીક પ્રોસીકયુટર બદલાશે તો કેસને ન્યાય મળશે તેવી દલીલ થઈ છે.