આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો: મેઘરાજા મનમુકીને વરસે તેવી શહેરીજનોની આજીજી

એક સો બબ્બે સીસ્ટમો સક્રિય તા આવતીકાલી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં મધ્યમી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારી વાદળ છાંયા વાતાવરણ બાદ બપોરે રાજકોયમાં મેઘરાજા મંડાયા હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે. વાતાવરણ એક રસ હોય. આજે મેઘરાજા તમામ કસર પૂરી કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. ધોધમાર વરસાદના કારણે રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓ પર પણ અસર પડી રહી છે.

આજે સવારી રાજકોટમાં વાદળ છાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોરે ૩:૧૫ કલાકે મેઘરાજાએ વ્હાલ વરસાવવાનું શ‚ કર્યું હતું. ધીંગી ધારે વરસાદ પડતા રાજમાર્ગો પર રીતસર પાણી વહેવા લાગ્યા હતા. જે રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને વાતાવરણ એક રસ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આજે મેઘરાજા અનરાધાર વરસે તેવી રાજકોટવાસીઓની ઈચ્છા પરિપૂર્ણ ઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૯ જૂનના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. સમગ્ર વહીવટી તંત્ર તેની તૈયારીમાં લાગી ગયું છે ત્યારે બપોરે અચાનક અનરાધાર વરસાદ તૂટી પડતા તૈયારીઓ પર અસર પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. નૈઋત્યનું ચોમાસુ હજુ વિધિવત શ‚ યું ની ત્યાં રાજકોટમાં ૮ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.

બપોરે મેઘરાજા તૂટી પડતા નાના બાળકોી માંડી યુવાનો વરસાદમાં ન્હાવાનો આનંદ માણવા રીતસર નીકળી પડયા હતા. છેલ્લા ત્રણેક દિવસી શહેરમાં ગરમીનું જોર વધ્યું છે ત્યારે આજે વરસાદના આગમનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ લખાય રહ્યું છે ત્યારે ધીંગી ધારે મેઘરાજા વ્હાલ વરસાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.