ગંભીર ગુના અટકાવવા તમામ ક્ષેત્રના કામદારોના આધાર પુરાવા પોલીસને આપવા ફરજીયાત
ઘર કામે આવતા માણસોથી લઇ ઓન લાઇન સર્વિસ પ્રોવાઇડ કરનાર તમામના ફોટોગ્રાફ અને આઇડી પ્રુફ સહિતની વિગતો રાખવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું જાહેરનામું
સોની બજારમાં લાખોની સંખ્યામાં રહેલા બંગાળી કારિગરો અવાર નવાર લાખોની કિંમતનું સોનું લઇ ભાગી જવાના બનાવ બની રહ્યા છે. ત્યારે બે દિવસ પહેલાં અલકાયદા સાથે સંપર્કો ધરાવતા ત્રણ શખ્સોને એટીએસ દ્વારા ઝડપી લીધા હતા. સોની બજારમાં કામ કરતા લાખો બંગાળી કારિગરોના નામ-સરનામં કોઇ પાસે ન હોવાનું તેમજ તે કયારે રાજકોટ આવે છે અને કયાંરે પરત જાય છે તે અંગેની કોઇ વિગત પોલીસ પાસે કે તેને મકાન ભાડે આપનાર તેમજ નોકરી પર રાખનાર કોઇ પાસે ન હોવાથી તમામ ક્ષેત્રના કામદારોને નોકરીએ રાખતા પહેલાં તેના ફોટોગ્રાફ અને આઇડી પ્રફુ સાથેની વિગત પોલીસમાં જાહેર કરવા અને નોકરીએ રાખનારે રાખવી ફરજીયાત કરતુ જાહેરનામું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
રાજકોટમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય રોજી રોટી માટે અન્ય રાજયમાંથી આવે છે તેઓ લૂંટ, ધાડ, ખૂન, અપહરણ સહિતના ગંભીર ગુના આચરી પરત પોતાના વતનમાં ભાગી જતા હોવાથી તેની ઓળખ મેળવવી અને ધરપકડ કરવી મુશ્કેલ બને છે. આથી પરપ્રાંતિય શખ્સોને નોકરી પર રાખતા પહેલાં તેના ફોટોગ્રાફ અને ફોટો આઇડી પોલીસને આપવા અને નોકરીએ રાખનારે પણ પોતાની પાસે રાખવા અંગેનું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ફરજીયાત બનાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.
મકાન, બંગલા, દુકાનો, કારખાનાઓ, ઓદ્યોગિક એકમો, મકાન બાંધકામ કરતા બિલ્ડર, ટેકસ ટાઇલ ઉદ્યોગ, હીરા ઉદ્યોગો, ઘરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી કર્મચારી, કારિગરો, મજુરો, કોન્ટ્રાકટના કર્મચારી, કારિગરો, અને ઓન લાઇન સર્વિસ પ્રોવાઇડ કરનાર તમામની વિગતો પોલીસને આપવી ફરજીયાત કરવામાં આવી છે.
કામદારોને નોકરીએ રાખતા પહેલાં તેની માહિતી વેબ પોર્ટલ સિટીઝન ફસ્ટ એન્ડ્રોઇઝ એપ્લીકેશ દ્વારા નજીકના પોલીસને જાહેર કરવાની રહેશે તેમજ નોકરીએ રાખનારે પોતાની પાસે પણ માહિતી રાખવી ફરજીયાત કરવામાં આવી છે.