ભારતના વિદેશ મંત્રી ડો. જયશંકરની અફઘાનિસ્તાન મુદ્દે કતારના વિશેસ દૂત મુતલાક બિન મજેદ અલ કહતાની સાથે બેઠક
અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના કાર્યમાં કતારની ભૂમિકા મુખ્ય, બહારના તત્વો શાંતિ ડહોળી રહ્યા હોવાની બાબતને ગંભીર ગણાવતા કતારના દૂત
અબતક, નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે ભારત વર્ષોથી પ્રયત્નશીલ રહ્યું છે. પણ અફઘાનની શાંતિમાં બહારના તત્વો હવનમાં હાડકા નાખી રહ્યા છે. કતારે પણ ભારત સાથેની બેઠકમાં કહ્યું કે તે અફઘાનિસ્તાનમાં શાંતિ રહે તે માટે કામ કરી રહ્યું છે. પણ બહારના તત્વોની મેલી મુરાદ ચિંતાનો વિષય છે.
ભારતના વિદેશ મંત્રી ડો. જયશંકરે અફઘાનિસ્તાન મુદ્દે કતારના વિશેસ દૂત મુતલાક બિન મજેદ અલ કહતાની સાથે નવી દિલ્હીમાં વિચાર વિમર્શ કર્યા હતા. જય શંકરે આ મામલે કહ્યું કે તેઓએ કતારને ભારતના અફઘાનિસ્તાન મુદેના દ્રષ્ટિકોણ વિશે માહિતગાર કર્યું હતું. સાથે અફઘાનિસ્તાનને લઈને શુ શુ ચિંતા ભારત સેવી રહ્યું છે તે વિશે પણ જાણકારી આપી હતી.વિદેશ મંત્રીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં ખૂબ ઝડપથી સુરક્ષાની બાબત ગંભીર બની રહી છે. ભારત અફઘાનિસ્તાનમાં શાંતિ ઈચ્છે છે. ત્યાં દરેક વર્ગના લોકો સુરક્ષિત અને શાંતિમય જીવન જીવે તેવી પહેલ કરવામાં આવી છે.
અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના કાર્યમાં કતાર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. અલ-કહતાનીએ ભારતના સ્થાનને સમર્થન આપ્યું હતું.સાથે પહેલ કરી હતી કે અફઘાનિસ્તાનમાં લાંબા સમય સુધી ચાલતા રાજકીય સમાધાન માટે મહિલાઓ, યુવાનો અને લઘુમતીઓની સલામતી સુનિશ્ચિત કરતો એક સમાવિષ્ટ અભ્યાસક્રમ જરૂરી છે.
અફઘાન સત્તાવાળાઓ અને તાલિબાન વચ્ચે શાંતિ વાટાઘાટો માટે દોહાથી અવિરત પ્રયાસો ચાલુ છે. તાલિબાન વિદ્રોહીઓ રાજકીય સમાધાનની તરફેણ કરે છે. કતાર આ અઠવાડિયે અમેરિકા, ચીન અને પાકિસ્તાન સાથે સંકળાયેલા અફઘાનિસ્તાન પર રશિયા સાથે ટ્રોઇકા બેઠકનું પણ આયોજન કરશે. જ્યારે અલ-કાહતાનીએ સ્પષ્ટ રીતે, અથવા તરત જ, ભારતીય સત્તાવાળાઓ સાથેના તેના વાર્તાલાપમાં પાકિસ્તાનનો નિર્દેશ કર્યો ન હતો. તેણે અફઘાનિસ્તાન મુદ્દે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષો ઉપર પણ ચર્ચા કરી હતી. તેમાં યુએસ-ઈરાનના સંબંધો અને પાકિસ્તાન સાથે ભારતના વ્યક્તિગત સંબંધોનો સમાવેશ થાય છે.
ભારતે અફઘાનિસ્તાનના પુનઃનિર્માણના પ્રયાસમાં કોઈ કચાશ ન છોડી હોવાનું પણ કતારે સ્વીકાર્યું
અલ-કહતાનીએ આર્થિક રીતે અફઘાનિસ્તાનમાં ભારતના યોગદાનને સ્વીકાર્યું હતું અને કહ્યું હતું કે ભારતને શાંતિપૂર્ણ અને સુરક્ષિત અફઘાનિસ્તાનની જરૂર છે. ભારતે અફઘાનિસ્તાનને 3 બિલિયન ડોલરથી વધુનીસહાય કિંમત સમર્પિત કરી છે. ભારતે અફઘાનિસ્તાનમાં 2001થી 500થી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પુનઃનિર્માણ કરી ત્યાંના વિકાસને વેગ આપવાના પુરા પ્રયત્નો કર્યા છે. તેઓએ ઉમેર્યું કે ભારત માટે ત્યાં તમામ હિંસા અને આતંકવાદી હુમલાઓ બંધ થાય તે જરૂરી છે. મુખ્યત્વે પાકિસ્તાન આધારિત આતંકી ટીમો દ્વારા તાલિબાનને લાંબી મદદ આપવામાં આવી છે. જે બંધ થાય તેવું પણ ભારત ઇચ્છી રહ્યું છે.