અર્થતંત્ર ને આવુ વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યું છે ત્યારે વિકાસ દર ને વેગવાન બનાવવા માટે મહત્વના પરિબળ એવા દેશના કૃષિ ક્ષેત્ર અને કૃષિકારોના વિકાસ માટેના પગલાં અનિવાર્ય બન્યા છે ભારત કૃષિ પ્રધાન દેશ ગણાય છે દેશની વસ્તી ના 80% લોકો ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે અને ગ્રામ્ય વિસ્તારોની વસ્તીના 80% થી વધુ લોકો ખેતી સાથે જોડાયેલા હોવા છતાં ખેતીને ઔદ્યોગિક દરજ્જો અપાયો નથી કારણ કે ભારતની ખેતી સંપૂર્ણપણે ચોમાસાના વરસાદ આધારિત હોવાથી વિશાળ ભૂખંડ ધરાવતા દેશમાં વરસાદની અનિમિત્તાના કારણે ક્યાંક અતિવૃષ્ટિ ક્યાંક અનાવૃષ્ટિ વાવાઝોડા ગરમીના વાયરા જેવી ઋતુ આધારિત વિસંગતતાના કારણે કૃષિ આવક નિશ્ચિત ન રહેતા ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવતો નથી. વિકાસદર માટે ઔદ્યોગિક ઉત્પાદનની જેમ જ કૃષિ ઉત્પાદન સંજીવની જેવું બની રહે છે આ વર્ષે વર્ષ 16 આની પાકે તેવી આગાહી કરવામાં આવી રહી છે ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાનું વડાપ્રધાન નું સપનું સાકાર કરવા માટે જરૂરી આર્થિક પગલાઓમાં દેશ માટે અનિવાર્ય એવી આયાત નિયંત્રણ અને વિકાસદર માં વૃદ્ધિ માટે કૃષિ ઉત્પાદન વધવું અનિવાર્ય છે છેલ્લા ચાર વર્ષમાં કૃષિ ક્ષેત્ર ની ઉત્પાદન ક્ષમતા વધવાથી આયાતની અવેજીમાં ઘર આંગણે ઉત્પન્ન થતી વસ્તુઓનો વપરાશ વધતાં ટેક્સટાઇલ ફાર્માસ્યુટિકલ ઓટોમોબાઇલ ક્ષેત્રે ચીન જાપાન જર્મન અને અમેરિકા જેવા ટેકનો ટેક દેશ પરનું અવલંબન ઘટ્યું છે પેટ્રોલિયમ પેદાશોની જગ્યાએ સૂર્ય ઉર્જા ના વપરાશથી હૂંડિયામણ ખર્ચ ઘટવા પામ્યું છે આમ સારા વરસના અણસાર ભારતના આર્થિક મહાસત્તા બનવાના સપનાને જલ્દીથી સાકાર કરનારું બની રહેશે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.
- ખેડૂત તાલીમ કેન્દ્ર, નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઇ
- હવે નેઈલ એક્સટેન્શનની જરૂર નહીં પડે, અપનાવો આ ટિપ્સ…
- આહવા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળામાં POCSO- એક્ટ વિષયક સેમિનાર યોજાયો
- શું તમે પણ શિયાળામાં ખોરાકને ગરમ રાખવા માંગો છો ??
- ગુજરાતની કેટલીક ભૂતિયા શેરીઓ, જ્યાં લોકો દિવસ દરમિયાન પણ જતાં ડરે છે
- સુરત: ચાઈનીઝ ગેંગ દ્વારા 114 કરોડ રૂપિયાના સાઇબર ફ્રોડની ઘટનામાં વધુ એક આરોપીની ધરપકડ
- એક પેડ માં કે નામ અંતર્ગત હાલોલ નગરપાલિકાના ‘કૃષ્ણવડ અભિયાન’થી સોનામાં સુગંધ ભળી