આજે ભારત જન વિજ્ઞાન જાથાની રાષ્ટ્રીય કચેરી દ્વારા કાળી ચૌદશની સદીઓ જુની માન્યતા, પરંપરા, કુરિવાજોને જાકારો આપવા અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો આપવાના છે.
રાજયમાં ૯૩૦ નાના-મોટા નગરોમાં જાથા કાર્યક્રમો આપશે તેમાં ચાર ચોકમાં કુંડાળા કરી વડા-ભજીયા મુક્વાનો રિવાજ બંધ કરવો, અનાજ-પાણીનો બગાડ અટકાવવો, કહેવાતી મેલી વિદ્યાનો નાશ, નિવારણના હોમ-હવન સામે વૈજ્ઞાનિક સમજ, સાધના-ઉપાસનાની પોકળતા, સંધ્યા સમયે પ્રેતાત્માની અવર-જવર, જાત-જાતના પ્રદેશ પ્રમાણે રિવાજો-માન્યતા જોવા મળે છે. છેલ્લા રપ વર્ષાથી સ્મશાન સહિત અનેક સ્થળોની જાત માહિતીના આધારે તમામ હકિક્તો બોગસ-બેબુનિયાદ સાબિત થઈ છે. લેભાગુઓ સદીઓથી ભ્રામક્તા ઉભી કરી લોકોમાં ભય-ડર ફેલાવવાનું કામ ર્ક્યું છે તેની જાથા નિંદા કરે છે.
કાળી ચૌદશ ભારે દિવસ, અશ્ય શક્તિ-મેલી વિદ્યા, આસુરી શક્તિની એકબીજા સામે આપ લે કરવી, સાધના-ઉપાસના સિદ્ઘ થવું, તમામ બાબતો હંબક સાબિત થઈ છે તેમ વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું.