બાબરામાં નગરપાલિકા દ્વારા ૭૦માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી બાબરામાં મામલતદાર કચેરીમાં કરવામાં આવશે અહીં ત્યારે આ ભવ્ય પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં
ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર,સહિત તાલુકાના ભાજપના અને કોંગ્રેસના મહત્વના આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરના અને તાલુકાના અન્ય આગેવાનો અને નગરજનો જોડાશે હાલ મામલતદાર કચેરીમાં નગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે દેશના ગણતંત્ર ની આન બાન અને શાન સાથે ઉજવણી થાય તેમાટે નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા ની સીધી દેખરેખમાં પાલિકાનું તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે
સવારે નવ કલાકે ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે ત્યારબાદ પોલીસ અને હોમગાર્ડના જવાનો પરેડ કરી તિરંગાને સલામી આપશે અને ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર નગરવાસીઓને પ્રજાજોગ સંદેશો આપશે ત્યારબાદ શહેરની શાળાઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે
સવારના પ્રજાસત્તાકના દિનની ઉજવણીબાદ રાત્રીના નગરિકબેન્ક ચોક ખાતે ભવ્ય લોક ડાયરો ગોશાળાના લાભાર્થે યોજાશે અહીં લોકડાયરામાં સૌરાષ્ટ્રમાં નામી કલાકાર મીરા આહીર અને આનંદ ઠાકર પ્રવીણ આહીર સહિતના કલાકારો સંતવાણી અને ડાયરાની રમઝટ બોલાવશે અહીં લોકડાયરમાં જે આવક થશે તે તમામ આવક બાબરા અને અમરાપરા ની ગોશાળાને પાલિકા પ્રમુખ દ્વારા અર્પણ કરવામાં આવશે
અહીં લોક ડાયરા દરમિયાન બાબરા ગ્રામપંચાયત હતી ત્યાર થી પાલિકા બની ત્યાં સુધી તમામ પૂર્વ સરપંચ અને પૂર્વ પ્રમુખ નું સન્માન તેમજ શહેરના તમામ સમાજના આગેવાનો તેમજ સાધુ સંતો અને તમામ કચેરીઓ ના અધિકારીનું રૂડું સન્માન પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે