કાર્યક્રમમાં ગૃહ સચિવ જે.બી.સિંહ અને મુખ્ય વન સંરક્ષક રેડ્ડીએ આપ્યું માર્ગદર્શન
૬૮માં વન મહોત્સવમાં દાદરા અને નગર હવેલી વિસ્તારને લીલો છમ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ગૃહ સચિવ જે.બી. સિંહે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાનો લોકોને અનુરોધ કર્યો હતો. મુખ્ય વન સંરક્ષક ઓ.વી.આર. રેડ્ડીએ પણ વૃક્ષારોપણ કરીને વૃક્ષનું સંરક્ષણ કરી વિસ્તારને લીલો છમ બનાવવાનું કહું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આજે એનજીઓ, ઉઘોગો, પંચાયતો, વન વિભાગ અને નાગરીકોના સામુહિક પ્રયાસ સાથે એક લાખ વૃક્ષ રોપવાના સંકલ્પ સાથે અમે આગાળ વઘ્યા છીએ. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ અજય દેસાઇ, જીલ્લા પંચાયત અઘ્યક્ષ રમણ કાકવા, કલેકટર ગૌરવસિંહ રાજાવત, દપાડા સરપંચ સહીતનાઓએ સમુહમાં ૧૦૧ વૃક્ષો વાવ્યા હતા. ત્યારબાદ દપાડા માઘ્યમિક વિઘાલયના વિઘાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ આધારીત નાટક તેમજ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી. ગૃહ સચિવ જે.બી. સિંહે ઉપસ્થિત લોકોને વન અધિકાર અધિનિયમની જાણકારી આપીને વૃક્ષ કાંપવાથી થતા દંડ વિશે પણ માહીતી આપી હતી.