૧૦મીથી પરીક્ષાનો પ્રારંભ: ગેરરીતિ ન થાય તે માટે કલેકટર કચેરીના કલાસ ૧ અને ૨ અધિકારીઓ ઓબ્ઝર્વર તરીકે મુકાશે
પેરા મેડિકલમાં પ્રવેશ માટેની પરિક્ષા આગામી ૧૦મી મેના રોજ લેવામાં આવશે ત્યારે રાજકોટમાં કુલ ગુજકેટની પરીક્ષામાં ૧૦૯૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજકોટના કુલ ૫૨ કેન્દ્રોમાં ૫૪૫ બ્લોકમાં ૧૦૯૦૦ વિદ્યાર્થીઓની ખાસ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરિક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે કલેકટર કચેરીનાં કલાસ ૧ અને કલાસ ૨ના અધિકારીઓને દરેક બિલ્ડીંગમાં ઓબ્ઝર્વર તરીકે મૂકવામાં આવશે.
ગુજકેટની પરીક્ષા માટે હોલ ટીકીટ આપવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને હાલ પેરા મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે દેવામાં આવતી ગુજકેટ પરિક્ષાનો ધમધમાટ વિદ્યાર્થીઓમાં ચાલી રહ્યો છે. રાજકોટમાં ૫૨ કેન્દ્રો પર લેવામાં આવનારી ગુજકેટની પરિક્ષામાં દરેક બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરાથી જજ કલાસ‚મ ગોઠવવામાં આવ્યા છે. દરેક બિલ્ડીંગમાં એક સ્થળ સંચાલક અને એક સરકારી સ્થળ સંચાલક મૂકવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ ઉપરાંત સુપરવાઈઝરને પણ મોબાઈલ કે અન્ય ઈલેકટ્રોનીકસ ગેઝેટ લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને પરિક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે પણ ખાસ વ્યવસ્થા જેમાં દરેક કેન્દ્રો પર કલેકટર કચેરીના કલાક-૧ અને કલાસ-૨ અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે રખાશે અને જેટલા બિલ્ડીંગ છે. તેટલા ‚ટમાં અધિકારીઓ મૂકાશે